Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ.અહેમદ પટેલને શ્રદ્ધાજંલી આપવામાં આવી.

Share

સમગ્ર ભારતનાં રાજકીય ચાણકય અને ગુજરાતનાં પનોતા પુત્ર, કોંગ્રેસના કાર્યકરો તથા આગેવાનોના માર્ગદર્શક અને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ જાહેર જીવનમાં છેવાડાના વ્યક્તિની ચિંતા કરનાર અને પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવી તે તેમના જીવનનો મંત્ર હતો.

કોંગ્રેસનાં કપરા સમયમાં “સંકટ મોચન” નાં સ્વર્ગવાસથી જાહેર જીવન રાંક બન્યું છે. કોંગ્રેસ પક્ષમાં રાષ્ટ્રીય કક્ષાએ કદી ન પુરી શકાય તેવી ખોટ છોડી ગયા છે. હર હંમેશા હસતો ચહેરો, શાંત સ્વભાવનાં આદરણીય અહેમદભાઈ પટેલ કાયમ યાદ રહેશે. પ્રભુ તેમના દિવંગત આત્માને ચીરશાંતિ અર્પે તથા પરીવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દિવંગત આત્માને શ્રદ્ધા સુમન અર્પિત કરી હતી.

જેમાં શહેરા તાલુકા કોંગ્રેસના આગેવાન દુષ્યંત ચૌહાણ તાલુકાનાં કોંગ્રેસ પ્રમુખ આરતસિંહ પટેલ, ઈકબાલ પોચા, શહેર પ્રમુખ રિઝવાન પઠાણ, પંચમહાલ જિલ્લા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ કો ઓડીટર સાજીદ વલી, ગણપત સિંહ, નટવરસિંહ, સમર સિંહ વગેરે હાજર રહ્યા.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

અંકલેશ્વર : આર્ટસ અને કોમર્સ કોલેજ અને નેહરુ યુવા કેન્દ્ર દ્વારા રન ફોર યુનિટી ” નું આયોજન કરાયું.

ProudOfGujarat

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસનાં દિગ્ગજ નેતા રાજ્યસભાનાં સાંસદ અહમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી પ્રાર્થના સભા યોજી.

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવના સિંગલ ફળિયામાં રોડ માર્જિનની જગ્યામાં ગંદકી મુદ્દે પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!