Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલુનાં નવીન ભવનનું નિર્માણ થશે.

Share

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલુ માટે જમીન ઉપલબ્ધ થતા આજે કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત યોજાયું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય ફતેસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ છેલુભાઈ રાઠવા સહિતના જિલ્લાના અગ્રણી પદાધિકારીઓ તેમજ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. કે.રાઠોડ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી એસ.કે. જૈન, તાલુકા હેલ્થ ઓફીસર નયન જોષી સહિતના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પીએચસીના નિર્માણ સાથે માલુ ગામ અને આસપાસના ૨૦ કિમી વિસ્તારમાં આવેલ ગામોના લોકોને આરોગ્યની ઝડપી, સચોટ, સતત અને મફત સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ કેન્દ્રમાં સગર્ભા માતાઓ સબંધી સેવાઓ, પ્રસૂતિની સુવિધાઓ, નવજાત બાળકો માટે રસીકરણની સુવિધાઓ, એમ્બ્યુલન્સની સેવા, પોસ્ટમોર્ટમ, અન્ય બિમારીઓ માટે સ્થાનિક સ્તરે સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થતા સ્થાનિક લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ભગવાન જગન્નાથજીની ભક્તિ મય વાતાવરણ માં ભરૂચ ના આશ્રય સોસાયટી નજીક થી હર્ષોલ્લાસ સાથે રથયાત્રા નીકળી હતી..જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા…

ProudOfGujarat

મીરાં નગર નજીક અજાણી યુવતીની લાશ મળી આવતા સનસનાટી

ProudOfGujarat

અંકલેશ્વર : વાલિયા ચોકડી પાસેથી લાખોની મત્તાનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે 4 ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!