Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં ‘સાયબર જાગૃતિ રથ’નો પ્રારંભ : અંતરિયાળ ગામડાં, શાળા-કોલેજો સુધી પહોંચીને લોકોને સાયબર છેતરપિંડીથી બચવા કરાશે જાગૃત

Share

 

ભરૂચ  :

Advertisement

ભરૂચ જિલ્લામાં વધતા સાયબર ગુનાઓ સામે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે ‘સાયબર જાગૃતિ રથ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ રથ જિલ્લાના અંતરિયાળ ગામડાં તેમજ શાળા-કોલેજો સુધી પહોંચીને વિદ્યાર્થીઓ અને નાગરિકોને સાયબર છેતરપિંડીથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપશે.

સાયબર ક્રાઈમના બનાવોમાં ઓનલાઈન બેંકિંગ, OTP, UPI, સોશિયલ મીડિયા, ફેક લિંક, ડિજિટલ અરેસ્ટ તેમજ વિવિધ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને સાયબર જાગૃતિ રથ દ્વારા લોકોને અજાણ્યા વ્યક્તિ સાથે OTP, PIN, પાસવર્ડ કે બેંકની વિગતો શેર ન કરવા અંગે સમજ આપવામાં આવશે.

આ ઉપરાંત અજાણી લિંક પર ક્લિક ન કરવું, શંકાસ્પદ ફોનકોલથી સાવચેત રહેવું તેમજ સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા બાદ તાત્કાલિક 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરવા અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવશે.

સાયબર જાગૃતિ રથના માધ્યમથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમો યોજી વધુમાં વધુ લોકો સુધી સાયબર સુરક્ષાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.


Share

Related posts

સમર યોગ કેમ્પમાં યોજાયો માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ, બાળકોએ માતા-પિતાનું કર્યું સન્માન

ProudOfGujarat

સુરેન્દ્રનગર : મોડાસાની યુવતીના ન્યાય માટે ડૉ.બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા કેન્ડલ માર્ચ રેલી કાઢવામાં આવી.

ProudOfGujarat

ભરૂચના મહંમદ પુરા નજીક લાકડા ના ગોડાઉન માં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશભાગ મચી હતી, ભરૂચ જિલ્લા માં ઉનાળા ની ઋતુ ની માંડ શરૂઆત થઈ છે ત્યાંજ તો આગ લાગવાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે, જિલ્લા માં ઔધોગિક એકમો, લાકડા ના ગોડાઉનો સહિત વાહનો માં આગ જેવી ઘટના જાણે કે દિવસે ને દિવસે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે,તેવામાં વધુ એક ઘટના સામે આવી હતી, ભરૂચ શહેર ના મહંમદ પુરા થી લીમડી ચોક તરફ જવાનાં માર્ગ પર આવેલ એક લાકડા ના ગોડાઉન માં આજે બપોર ના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશ ભાગ મચી જવા પામી હતી, ગોડાઉન માં લાગેલ વીકરાળ આગ ની જવાળા ઓ અને ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતા એક સમયે સ્થાનિકો ના જીવ ટાળવે ચોંટાયા હતા, ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશકરો લાય બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા જે બાદ લાકડા માં લાગેલ ભીષણ આગ ઉપર પાણી નૉ મારો ચલાવી તેને કાબુ માં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, પ્રાથમિક જાણકારી મુજબ લાકડા ના ગોડાઉન માં લાગેલ આગ માં કોઇ જાનહાની થવા પામી ન હતી જોકે લાકડા નૉ મોટો જથ્થો બળી ને ખાખ થઈ જતા ગોડાઉન સંચાલક ને મોટી નુકશાની નૉ અંદાજ લગાવાઈ રહ્યો છે,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!