Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

શહેરા તાલુકાના મંગલપુર ગામના મહિલા સરપંચને જાનથી મારી નાખવાની  ધમકી

Share

વિજયસિંહ સોલંકી, શહેરા  (પંચમહાલ)

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના  મંગલપુર ગામના મહિલા  સરંપચને ગામમા કોઈ કામ કર્યા નથી રાજીનામુ આપી દે તેમ કહી  આક્ષેપ સાથે  સામાન્યસભામા હોબાળો મચાવી ત્રણ શખ્સોએ  મહીલા સરપંચ અને તેના પતિને જાનથી  મારી નાખવાની ધમકી આપી છે. આ અંગે મહિલા સરપંચ દ્વારા  શહેરાપોલીસ મથકે  ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો  નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના   મંગલપુર ગામના મહિલા સરંપચ તરીકે  ભારતીબેન ભુપતસિંહ પટેલ( ઉ.વ.૩૫)  ફરજ બજાવે છે.પોતે ગામના સરપંચ હોવાના કારણે ગ્રામપંચાયતના વિકાસના કામકાજને લઈને મિટીંગોકરવી પડતી હોય છે. ગ્રામપંચાયતની ઓફીસ ખાતે સભ્યો સાથે સામાન્યસભાનું આયોજન રાખવામા આવ્યું હતુ  તે વખતે મંગલપુરગામમા રહેતા  ચાર શખ્શો (૧)  પરમાર આઝાદસિંહ હિમંતસિંહ (૨) પગી પ્રભાતસિંહ ઉદેસિંહ(૩) પગી દલપતભાઈ કાળુભાઈ (૪)પટેલ  પ્રતાપભાઈ બીજલાભાઈ ભેગામળીને મહીલા સરપંચ ભારતીબેનને  તે કોઈ કામ કર્યા નથીઅને શાની મિટીંગો કરે છે? તેવા આક્ષેપો કર્યા હતા.સરપંચ પદેથી રાજીનામુ આપી દે નહીતર  તને અને તારા પતિને ગામમા જીવતા રહેવા દઈશુ નહી તેમ કહીને ગાળો આપી હતી અને ગામની સામાન્યસભાની એજન્ડા બુકફાડી નાખી હતી. આથી પોતાને અને પોતાના પતિને જાનથી મારી નાખવાની ધમકી મળતા ગભરાયેલા મહિલા સરપંચ ભારતીબેન પટેલ દ્વારા શહેરાપોલીસ મથકે ફરિયાદ આપતા શહેરા પોલીસે ગુનો નોધી કારયેદસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.


Share

Related posts

મગણાદ ગામ પાસે રેનોલ્ડ ક્વિડ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી LCB પોલીસ…

ProudOfGujarat

સુરત : લિંબાયતમાં લુખ્ખા તત્વો દ્વારા ચાઇનીઝની લારી પર નાસ્તો કરી પૈસા ન આપી માલિકને ચપ્પુના ધા ઝીંકતા સારવાર દરમ્યાન મોત થયું.

ProudOfGujarat

વડોદરાની અન્યોન્ય બેંકમાંથી લોન લીધા બાદ ફરાર બાલાસુર પેઢીનો સંચાલક 19 વર્ષે પકડાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!