Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલમાં મતદારોને PVC ઓળખકાર્ડ આપવાની કામગીરી સ્થગિત

Share

વિજયસિંહ સોલંકી, ગોધરા

ભારતનાં ચૂંટણી પંચ દ્વારા ERO.NET કાર્યાન્વિત કરી દેવામાં આવેલ છે. મતદાર યાદી સુધારણા કાર્યક્ર્મ-૨૦૧૮ દરમિયાન નવા નોંધાયેલા તમામ મતદારોને ઓળખકાર્ડના નંબર ERO.NET મારફત ભારતનાં ચૂંટણી પંચ દ્વારા ફાળવવામાં આવનાર છે. કાર્યક્ર્મ અંતર્ગત મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ તા. ૩૦/૦૪/૨૦૧૮ છે. જેથી પંચમહાલ જિલ્લાના નવા નોંધાયેલા તમામ મતદારોને નવા EPIC નંબરની ફાળવણી ન થાય ત્યાં સુધી એટલે કે તા. ૧૬/૦૪/૨૦૧૮ થી તા. ૦૫/૦૫/૨૦૧૮ દરમિયાન તમામ મતદાર સહાયતા કેન્દ્રો ખાતેથી મતદારોને PVC ઓળખ કાર્ડ આપવાની કામગીરી બંધ રાખવામાં આવેલ છે જેની સર્વે મતદારોએ, નાગરિકોએ નોંધ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ગોધરા- પંચમહાલે જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

કાલોલમાં ઠગકંપનીએ ૧૮૩ લોકોના ૨૫ લાખ ₹ નુ ફુલેકુ ફેરવીને ફરાર થતા ચકચાર

ProudOfGujarat

ભરૂચ : નગરપાલિકાની ખોટી રીતથી ખાડા પુરવાની નીતીએ અકસ્માત સર્જાયો : યુવક ગંભીર ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

ગોધરા-વડોદરા હાઇવે પર આવેલી ખાનગી કંપની પર ગ્રામજનોનો હલ્લાબોલ જાણો કેમ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!