Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં ધોરણ-૧૦નું પરિણામ જાહેર : ૮૪.૧૫ ટકા પરિણામ સાથે જિલ્લાનો ગૌરવ વધારો

Share

 

ભરૂચ :

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬માં લેવાયેલી ધોરણ-૧૦ (SSC) પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લામાં કુલ ૮૪.૧૫ ટકા પરિણામ નોંધાયું છે.

જિલ્લામાં કુલ ૩૨ પરીક્ષા કેન્દ્રો પર ૧૯,૨૯૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાંથી ૧૫,૯૨૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ સાથે ભરૂચ જિલ્લાએ રાજ્ય સ્તરે નોંધપાત્ર પ્રદર્શન કરીને પોતાનું નામ રોશન કર્યું છે.

તાલુકાવાર પરિણામની ઝલક

જિલ્લાના વિવિધ કેન્દ્રોમાં નોંધાયેલા પરિણામ મુજબ કેટલાક મુખ્ય આંકડા નીચે મુજબ છે:

આમોદ – ૬૦.૯૪%
અંકલેશ્વર – ૮૩.૫૨%
GIDC અંકલેશ્વર – ૯૨.૯૬%
ભરૂચ – ૭૩.૮૯%
હાંસોટ – ૮૭.૭૩%
જંબુસર – ૭૨.૨૬%
ઝઘડિયા – ૮૪.૮૩%
પાલેજ – ૯૨.૨૪%
નેત્રંગ – ૯૦.૩૩%
કરમાડ – ૯૪.૨૭%
નાહિયેર – ૯૭.૮૮% (ઉચ્ચતમ પરિણામોમાં એક)
જાગેશ્વર – ૯૫.૪૮%
દહેજ – ૮૮.૧૬%

(અન્ય કેન્દ્રોમાં પણ ૭૦ થી ૯૫ ટકા વચ્ચે નોંધપાત્ર પરિણામ નોંધાયું છે.)

શાળાઓનું પ્રદર્શન
જિલ્લામાં કુલ ૬૫ શાળાઓએ ૧૦૦% પરિણામ મેળવ્યું
તેમાં ૫૫ ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓ અને ૧૦ સરકારી શાળાઓનો સમાવેશ
૭ શાળાઓમાં ૩૦% પરિણામ
૧ શાળામાં ૦% પરિણામ નોંધાયું
અભિનંદન અને શુભેચ્છાઓ

ધોરણ-૧૦ની પરીક્ષામાં સફળ થયેલા તમામ વિદ્યાર્થીઓને જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સાથે જ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.


Share

Related posts

ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદારને રૂ. 47,500 ની લાંચ લેતા ACB એ ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ એ ડિવિઝન પોલીસે ચક્રો ગતિમાન કરી નર્મદા માર્કેટમાં થયેલ હત્યા અંગેનું મૂળ કારણ શોઘ્યું.

ProudOfGujarat

વડોદરામાં ભારે વરસાદ: વિશ્વામિત્રી નદીમાં પૂર પરશુરામ ભઠ્ઠાના 300 કાચા મકાન પાણીમાં ડૂબ્યા અનેક રસ્તાઓ પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!