Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળમાં કમોસમી વરસાદના છાંટા, ખેડૂતો ચિંતિત

Share

વાંકલ, માંગરોળ: માંગરોળ તાલુકાના વાંકલ વિસ્તારમાં કમોસમી વરસાદના અમી છાંટા પડતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ઉનાળાની સીઝનમાં અચાનક વરસેલા આ વરસાદથી ખેતપાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે.

વિસ્તારમાં હાલ મગ, તલ અને કેરી જેવા પાક કાપણીના તબક્કે છે. આવા સમયે પડેલા વરસાદથી પાકની ગુણવત્તા ઘટવાની સાથે ઉત્પાદન પર પણ પ્રતિકૂળ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને મગ અને તલના પાકમાં ભેજ વધવાથી નુકસાન અને કેરીમાં ડાઘ પડવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

Advertisement

ખેડૂતોના જણાવ્યા મુજબ, જો આવું જ હવામાન યથાવત રહેશે તો તૈયાર પાકને સીધી અસર પહોંચીને આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે.


Share

Related posts

ઝેક ઝોરો તેના નવા ગીત હાંજી સાથે પાછો ફર્યો છે જે જીવનની ખુશ ક્ષણોને દર્શાવે છે

ProudOfGujarat

પાનોલી આર પી ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ થતા એક કામદારનું મોત, અન્ય ત્રણ ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા.

ProudOfGujarat

વાંકલ માં ડ્રોન કેમેરા ની મદદ થી પોલીસે જાહેર નામા નો ભંગ કરનાર બે ઈસમો ને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!