Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલની શાળાઓનું એસ.એસ.સી.માં ઉત્તમ પરિણામ : એન.ડી. દેસાઈ હાઈસ્કૂલમાં 97.73% અને એમ.એમ.-કે.એમ. દેસાઈમાં 93.29%

Share

વાંકલ :

ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬માં લેવાયેલી ધોરણ-૧૦ (SSC) બોર્ડ પરીક્ષામાં વાંકલની શાળાઓએ ઉત્તમ પરિણામ મેળવી શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

Advertisement

શ્રી એન.ડી. દેસાઈ હાઈસ્કૂલ, વાંકલમાં કુલ 353 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 345 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા શાળાનું પરિણામ 97.73 ટકા નોંધાયું છે. જ્યારે એમ.એમ. દેસાઈ અને સ્વ. કે.એમ. દેસાઈ હાઈસ્કૂલ, વાંકલમાં 164 વિદ્યાર્થીઓમાંથી 153 વિદ્યાર્થીઓ પાસ થતા 93.29 ટકા પરિણામ પ્રાપ્ત થયું છે.

શ્રી એન.ડી. દેસાઈ હાઈસ્કૂલમાં પટેલ તવિષાએ 576 ગુણ (96%) મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ચૌધરી પૂર્વી કુમારી અશ્વિનભાઈએ 544 ગુણ (90.67%) સાથે દ્વિતીય સ્થાન અને ચૌધરી જાનવી કુમારી અર્જુનભાઈએ 541 ગુણ (90.60%) સાથે તૃતીય સ્થાન મેળવ્યું હતું.

એમ.એમ.-કે.એમ. દેસાઈ હાઈસ્કૂલમાં ગામીત આયુષ કુમાર નરેશભાઈએ 535 ગુણ (89.33%) મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ચૌધરી ધ્રુવિલ કુમાર રાકેશભાઈએ 518 ગુણ (86.33%) સાથે દ્વિતીય અને પટેલ વીર હિરેનભાઈએ 510 ગુણ (85%) સાથે તૃતીય સ્થાન મેળવ્યું હતું.

પરિણામ જાહેર થતા શાળાના આચાર્ય પારસ મોદી, ટ્રસ્ટી પ્રમુખ સંજયભાઈ દેસાઈ તેમજ સમગ્ર શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.


Share

Related posts

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. માથી રુ.6650/-કોપર વાયર સાથે 3 ઝડપાયા..

ProudOfGujarat

નડિયાદ નગરપાલિકાના સભાખંડમાં સામાન્યસભા યોજાઈ.

ProudOfGujarat

કોરોનાનાં કેસ મામલે સુરત દેશનાં ટોપ ટેન શહેરોમાં સામેલ, સૌથી વધુ 24,118 કેસ સાથે મુંબઈ ટોપ ઉપર, સુરત 1153 કેસ સાથે દસમા નંબરે, અમદાવાદ ત્રીજા ક્રમે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!