Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરત ગ્રામ્ય LCBની મોટી કાર્યવાહી : ટ્રકમાંથી રૂ. 52.14 લાખનો વિદેશી દારૂ જપ્ત, ચાલક ઝડપાયો

Share

સુરત :

સુરત ગ્રામ્ય સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ગેરકાયદેસર વિદેશી દારૂની હેરફેર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા અમરવાડી ગામ નજીક મુંબઈ-દિલ્લી નેશનલ એક્સપ્રેસ-વે નં.4 પર નાકાબંધી દરમિયાન એક ટાટા ટ્રકમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

Advertisement

મળતી માહિતી મુજબ, LCBની ટીમ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી આધારે કાર્યવાહી હાથ ધરી હતી. બાતમી મુજબ રાજસ્થાન નંબરની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો લઈ મુંબઈથી વડોદરા તરફ જવામાં આવી રહ્યો હતો. આ આધારે પોલીસ દ્વારા અમરવાડી ગામ પાસે નાકાબંધી ગોઠવી ટ્રક નં. RJ-19-GC-8664ને અટકાવી તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂની 6720 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 42.06 લાખ જેટલી ગણવામાં આવી છે. સાથે ટ્રક (રૂ. 10 લાખ), મોબાઇલ અને રોકડ રકમ સહિત કુલ રૂ. 52,14,920નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ મામલે ટ્રક ચાલક લાદુરામ રામરખરામ બિશ્નોઇ (ઉ.વ.29, રહે. રાજસ્થાન)ને ઝડપવામાં આવ્યો છે, જ્યારે દારૂ ભરનાર દિનેશ વ્યાસ અને રાજકોટ ખાતે જથ્થો સ્વીકારનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પકડાયેલ આરોપી અને મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે પલસાણા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.


Share

Related posts

ભરૂચના જુના તવરા ગામે પાંચ દૈવી મંદિરના નવમા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

અંકલેશ્વરના મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ બજરંગ પ્રોવિઝન સ્ટોરમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગતા આશરે ૭૦ હજારની ઉપરાંત નું નુકસાન થવા પામ્યું હતું

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ ના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાન પાર્ટી થી નારાજ થ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!