Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સૂથારને રાજ્યકક્ષાના પ્રધાન બનાવતા સમર્થકોમાં ખુશી.

Share

મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સૂથારને રાજ્યકક્ષાના મંત્રી બનાવામા આવ્યા છે. નિમીષાબેન સુથાર મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારમાં સારી એવી લોકચાહના ધરાવે છે. મોરવા હડફ  આદિવાસી સમાજની વસ્તી ધરાવતો વિધાનસભા  મતવિસ્તાર છે. નિમીષાબેન સૂથાર 2013 થી 2017 સુધી મોરવા હડફ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.

મોરવા હડફની ખાલી પડેલી બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે ફરી નિમીષાબેન સૂથાર પર પસદંગીનો કળશ ઢોળ્યો હતો.પેટા ચુંટણીના પરિણામો જાહેર થતા તેમનો ભવ્ય વિજય થયો હતો. આદિવાસી વિધાનસભા મતવિસ્તારના મહિલા ધારાસભ્યને રાજ્યકક્ષાનું મંત્રીપદ મળતા સ્થાનિક લોકો, સર્મથકો તેમજ ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ વ્યાપ્યો છે. સોશિયલ મીડીયા પર અભિનંદન પાઠવામા આવી રહ્યા છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ઝઘડીયા મુકામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભારે વિવાદ બાદ સાળંગપુર મંદિરમાં વિવાદીત ભીંતચિત્રો દૂર કરાયા

ProudOfGujarat

અમદાવાદ-બાપુનગર સોનરિયા બ્લોકની છત ધરાશાયી-૨ લોકોને સામાન્ય ઈજાઓ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!