Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકના આરોપીએ લોકઅપમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.

Share

ગોધરા શહેરમાં આવેલા બી ડિવિઝન પોલીસમાં ગૌ માંસ સાથે પકડાયેલા એક આરોપીએ લોકઅપમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં પોલીસ સ્ટેશન બહાર લોકટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોધરા શહેરમાં આવેલા લોકઅપમાં ગૌ માંસ સાથે પકડાયેલા આરોપીએ ચાદર વડે ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી અને પોલીસ તંત્રમાં પણ ભારે દોડધામ મચી જવા પામી હતી. આરોપીના પરિવારજનોને ખબર પડતાં તેમજ અન્ય લોકો મોટી સંખ્યામાં શહેર પોલીસ સ્ટેશનની બહાર ટોળા જામ્યા હતા. જિલ્લા પોલીસ વડાને મામલાની જાણ થતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. જોકે આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ગ્રીષ્મોત્સવ 2022 સમાપન સમારંભ કાર્યક્રમ પાલડી અમદાવાદ ખાતે યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયાના રઝલવાડા અને ધોલી ગામે વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ખેડા : ઠાસરાના ભગવાનજીના મુવાડા ગામે દિવાલ ધરાશાયી થતાં પુત્રીનું મોત, માતા ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!