Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલમા બેંક કર્મચારીઓની હડતાલની નાણાકીય વ્યવહારો ખોરવાયા

Share

પંચમહાલમા બેંક કર્મચારીઓની હડતાલની નાણાકીય વ્યવહારો ખોરવાયા

ગોધરા,
પંચમહાલ જીલ્લામા આવેલી રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ પોતાની પગાર વધારાની સહીતની વિવિધ માગણીઓને લઈને આજે બે દિવસની હડતાલમા જોડાયા હતા.જેમા તાલુકામથકોના આવેલી બેકોના કર્મચારીઓ પણ જોડાયા હતા. બેકોના પગલે નાણાની લેવડદેવડ સહીતના કામો ખોરવાયા હતા.ખાસ કરીનેપગારનો સમય અને આખર તારીખ હોવાના કારણે લોકો મુશ્કેલીમા મુકાયા હતા.
પંચમહાલ જીલ્લામા આવેલી રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ આજે હડતાળ ઉપર છે. ત્યારે પોતાની પગારભથ્થા સહીતની વિવિધમાગણીઓને લઈને કર્મચારીં યુનિયને આપેલી હડતાલના એલાનમા જીલ્લાના કર્મચારીઓ પણ જોડાયા હતા. આઈબીએ દ્વારા માત્ર બેંક કર્મચારીઓને પગારબીલમા માત્ર બે ટકાનો વધારો કરવામા આવ્યો છે. જેની સામે કર્મચારી સંગઠન દ્વારા વાધો ઉઠાવામા આવ્યો છે.જેના પગલે હડતાલનુ એલાન કરવામા આવ્યુ હતુ. પંચમહાલ જીલ્લાના આવેલી રાષ્ટ્રિયકૃત બેંકોના કર્મચારીઓ બે દિવસની હડતાલ ઉપર ઉતર્યા હતા. જેંમા શહેરા, ગોધરા સહિતની તાલુકાઓની બેંકકર્મીઓ હડતાલમા જોડ઼ાયા હતા.બેકની બહાર આવેલાદરવાજા પાસે નોટીસ લગાડી દેવામા આવી હતી કે આજે અને કાલે બેંક બંધ રહેશે. કેટલાક ગ્રામ્ય વિસ્તારના લોકોને બેંકમા હડતાલ હોવાની ખબર ના હોવાને કારણે બેંક ખાતેઆવી ગયા હતા અને તેમને ત્યા જ ખબર પડી કે બેંકમા આજે હડતાલ છે તેથી તેમનેઘરે પાછો જવાનો વખત પણ આવ્યો હતો. હડતાલને પગલે લાખો કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો ખોરવાઈ ગયા હતા. હડતાલને પગલે લોકોને ભારે હાલાકીનો સામનોકરવો પડ્યો હતો ત્યારે આવતી કાલે પણ હડતાલ હોવાને કારણે ભારે મુશ્કેલી પડવાની શકયતા જોવાઈ રહીછે.

Advertisement

Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી શાળામાં નાયિકા દેવી ફિલ્મની યુવા અભિનેત્રી ખુશી શાહ સાથે પરસ્પર સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભારત પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કંપની રાઉન્ડ લીગ મેચ અને આગામી નવરાત્રી પર્વને અનુલક્ષીને નબીપુર પોલીસ દ્વારા શુકલતીર્થ ગામે પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ

ProudOfGujarat

રાજપારડી ગામે મદ્રેસાના બાળકોનો પરિક્ષાલક્ષી વાર્ષિક જલ્સો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!