Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાટણના છાત્રોએ વિદેશમાં ભારતીય સંગીતની રમઝટ બોલાવી.

Share

પાટણના છાત્રોએ વિદેશમાં ભારતીય સંગીતની રમઝટ બોલાવી ગૌરવ અપાયું. પાટણની સુપ્રસિધ્ધ હ્રીં ધ્વનિ સંગીત મહાવિદ્યાલયના સાત વિદ્યાર્થીઓએ 7 થી 21 જુલાઇ દરમ્યાન ફ્રાન્સ – યુરોપ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. જેમાં 15 દેશોના કલાકારોએ પોતાના દેશની કલાની પ્રસ્તુતિ કરી હતી. જેમાં ભારતીય સંગીતની પ્રસ્તુતિ ખૂબ જ છવાઈ હતી. તેનાથી ખુશ થઈને ફ્રાંસના ડિજોન શહેરના મેયરે ભારતીય ટીમને વિશેષ પાર્ટી આપી હતી. ગર્વની વાત એ હતી કે ડિજોન શહેરના મુખ્ય ચર્ચની વિશેષ પ્રાર્થનામાં ભારતીય વિચારધારા અને સંગીતની વિશેષ તક આપવામાં આવી હતી. જેમાં હ્રીં ધ્વનિ સંગીત મહાવિધ્યાલયના વિધ્યાર્થી પાર્થ જોશી દ્વારા ‘વાસુધૈવ કુટુંબકમ’ પર વક્તવ્ય અને ડો. સમ્યક પારેખ દ્વારા ભારતીય પ્રાર્થના પ્રસ્તુત કરતાં ચર્ચના વિશેષ પાદરી અને સમગ્ર શ્રોતાઓ દ્વારા પ્રાર્થના પૂરી થયા બાદ વિશેષ આભાર માનતા તાલીઓથી સન્માનિત કર્યા હતા અને ભારતીય વિચારધારા અને સંસ્કૃતિના વખાણ કરીને ગૌરવ વધાર્યું હતું. આ ફેસ્ટિવલમાં મેયર દ્વારા દરેક કલાકારોને સર્ટિફિકેટ અને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

આઈ.ટી.આઈ મ્યુચ્યુઅલ ફંડે ITI Value Fund NFO ( આઈટીઆઈ વેલ્યુ ફંડ એનએફઓ ) રજૂ કર્યો.

ProudOfGujarat

અંક્લેશ્વર ને.હા.ઉપરથી ઇકો કારના દરવાજઓમાં સંતાડી લઇ જવાતો ઇંગ્લીસ દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચ : વિજયાદશમી નિમિત્તે જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!