Proud of Gujarat
FeaturedGujaratINDIA

પોરબંદર નજીકના સીમાણી ગામના યુવા સરપંચ ઉપર ચાર શખ્સોએ ચાકુ અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો.

Share

પોરબંદર નજીકના સીમાણી ગામના યુવા સરપંચ ઉપર ચાર શખ્સોએ ચાકુ અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો છે તેમાં ગત ચૂંટણીમાં હારી ગયેલ સહિત અન્ય શખ્સો ચાકુ અને પાઇપ લઇને તૂટી પડયા હતા. ઇજાગ્રસ્ત સરપંચને પોરબંદર અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગર લઇ જવાયેલ છે. સીમાણીના સરપંચ વિજય જેસાભાઇ સુંડાવદરા નામના ૪૦ વર્ષીય યુવાન દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે કે રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં હું મારા કાકા ભુખીભાઈ રણમલભાઇની વાડીએથી મારા ઘરે જવા નીકળેલ હતો આ દરમ્યાન સીમાણી ગામના ચોકમાં પહોંચતા અમારા ગામના દિલીપ લાખા ઓડેદરા તથા ભરત અરભમ મોઢવાડીયા તથા બે અજાણ્યા ઇસમો ઉભા હતા. જેમાં દિલીપના હાથમાં ચાકુ હતી તેમજ ભરતના હાથમાં પણ ચાકુ હતી અને આ બે અજાણ્યા ઇસમો પાસે લોખંડના પાઇપ હતા.

જેમાંથી એક અજાણ્યા ઇસમે મને જમણા હાથની ક્લાઇ ઉપર ઘા મારતા હું મોટરસાયકલ ઉપરથી નીચે પડી ગયેલ અને દિલીપ લાખાએ જમણા હાથની કોણીના ઉપરના ભાગે ચાકુનો ઘા મારેલ અને ઇજા થયેલ બાદમાં ભરતે ડાબી બાજુ પીઠના ભાગે ચાકુ મારવા જતા ઘા છટકાવતા છોલાણની ઇજા થયેલ. ત્યારબાદ બે અજાણ્યા ઇસમો જેની પાસે હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે બન્ને પગમાં ગોઠણથી નીચેના ભાગે પાઇપના ઘા મારેલ જેથી જમણા પગમાં ગોઠણથી નીચે લોહી નીકળતા ઇજા થયેલ અને ડાબા પગમાં ગોઠણથી નીચેના ભાગમાં મુંઢ ઇજા થયેલ તેમજ આ ચારેય ઇસમો પોતાની ફોર વ્હીલ સફેદ કલરની સ્વીફટ ગાડીમાં બેસતા બેસતા કહેલ કે કોઇ આ બાબતે પોલીસમાં ફરીયાદ કરીશ તો તને પતાવી દઇશું તેમ કહી નાસી ગયેલ. ત્યારબાદ મારા કાકાના કરશનભાઇ કેશુભાઇ સુંડાવદરાને ફોન કરી બોલાવતા તેઓ તથા મારા કાકાનો દિકરો ગૌરવભાઇ કરશનભાઇ સુંડાવદરા એમ બન્ને આવી જઇ તુરત જ ૧૦૮ ને ફોન કરી દેવાતા ૧૦૮ એમ્બ્યુલન્સ થોડીવારમાં આવી જતા તેમાં સુવડાવી અહીં પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં સારવારમાં લાવી દાખલ કરાવેલ છે અને ત્યાંથી વધુ સારવાર અર્થે તેમને જામનગર લઇ જવાયેલ છે. માર મારનાર બે શખ્શો સહિત ચાર સામે ફરિયાદ નોંધાવીને ગત ચૂંટણીમાં તે હારી ગયો હોવાથી આ પ્રકારનો હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે ત્યારે પોલીસે આરોપીઓને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં પ્રોહીબિશન અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલ મહિલા સહિત બે આરોપીઓને પાસા એક્ટ હેઠળ અલગ અલગ જેલમાં મોકલાયા

ProudOfGujarat

ખેતાન કંપનીના કામદારનુ મૌત …

ProudOfGujarat

લીંબડી મનદીપ પાર્ટી પ્લોટ ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓએ માટે ભય મુક્ત પરીક્ષા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!