Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીજયંતી વિશેષ: ગોધરામાં પણ આવેલો છે. ગાધીજીએ સ્થાપેલો ગાંધીઆશ્રમ

Share

પંચમહાલ , રાજુ સોલંકી

આજે દેશના મહાન નેતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મજંયતી ઉજવામા આવી રહી છે.
ભારતભરમા પણ તેમની ઊજવણી કરવામા આવશે ગાંધીજીએ માત્ર દેશની આઝાદીના લડવૈયા હતા એમ નહી પણ જાતિગત ભિન્નતા અશપૃશ્યતાને પણ દુર કરવા બીડુ પણ ઝડપ્યુ .ગોધરા શહેરમા ૧૦૧ વર્ષ જુનો ગાંધી આશ્રમ આવેલ છે,જે ૧૯૧૭માં સ્થાપવામા આવ્યો છે. ગુજરાત પ્રાતિક સમિતિએ આશ્રમના મકાન માટે જરુરી ફંડફાળો એકઠો કરવામા પણ આવ્યો હતો.આ આશ્રમમા બુનિયાદી કેળવણી આપવામા આવતી હતી. હાલ સંચાલન ગુજરાત હરિજન સેવક સંઘ દ્વારા કરવામા આવે છે. ગાંધીજીના હાકલથી મહારાષ્ટ્રના એવા
વિઠ્ઠલદાસ ફડકેનો પણ આ ગાંધીઆશ્રમ સાથેાજોડાયા હતા,અને જીવંતપર્યત સેવા આપી. તેઓ પંચમહાલ જીલ્લામા જે ગામડાઓમાં પાણીના કુવા, હરીજનો માટેરહેવાના મકાનો,જાતિય હુમલાઓની ઘટનાઓનીસામે તેમનાદ્વારા યોગ્ય પગલા લેવામા આવતા હતા.ગોધરા શહેરમા ૧૯૪૭ની સાલમા જવાહરલાલ નહેરુ આવ્યા હતા.ગોધરા શહેરના આ ગાંધી આશ્રમ હાલ છાત્રાલય ચાલે છે.જ્યા જમવાની પણ સુવિધા પુરી પાડવામા આવે છે. જેમા હાલ ૪૦ બાળકો રહે છે અને અભ્યાસ કરે છે.સરકાર તરફથી અનુદાન આપવામા આવે છે અહી છાત્રાલયના ગૃહપતિ તરીકે કાન્તીભાઈ પરમાર હાલ દેખરેખ રાખે છે. અહી અભ્યાસ કરતા બાળકોનુ ધ્યાન પણ તેઓ રાખે છે.આ છાત્રાલયમા આજસુઘી૧૬૦૦ જેટલા બાળકો અભ્યાસ કરી ચુક્યા છે. જે સારા હોદા પર નોકરી કરેછે
પંચમહાલ જીલ્લા માટે પણ ગૌરવની વાત છે કે ગાંધીજી જેવી વિશ્વવિભુતી અહી ત્રણ વખત ગોધરા શહેરમા આવી ચુકી છે.આ ગાધી આશ્રમનો પણ એક પ્રવાસન ધામ તરીકે વિકસાવામા આવે તેવી માગ શહેરમા ગાંધીપ્રેમીઓમાં ઉઠવા પામી

Advertisement

Share

Related posts

રાજપીપળામાં ડેન્ગ્યુનો વકરતો વાવર શહેરમાં ડેન્ગ્યુના 25 પોઝિટીવ કેસ : પાલિકાના ફોગીંગ માટે ફક્ત એકજ મશીન કાર્યરત અન્ય બંધ હાલતમાં.

ProudOfGujarat

નડિયાદમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન કરાશે

ProudOfGujarat

સુરતની શાળા નં.339 વેડરોડનાં શિક્ષિકાની રાજ્ય રમકડા ફોટોગ્રાફીમાં નેશનલ કક્ષાએ થયેલી પસંદગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!