Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાધનપુર GEB ની બેદરકારી આવી સામે જીવિત વાયર રોડ પર પડતા અફરાતફરી.

Share

રાધનપુર GEB ની બેદરકારી આવી સામે જીવિત વાયર રોડપર પડતા અફરાતફરી કલોકો સુધી ટ્રાફિક જામ પાટણ જિલ્લાના રાધનપુર ના સાતુંનના મુખ્ય રોડ પર ચાલુ વીજ વાયર પડતા GEB ની બેદરકારી સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે. સાતુંન રોડ પર વિધુત વાયર પડતા લોકોને અવરજવર માટે મુશ્કેલીઓનો સામલો કરવો પડયો હતો. ઘણા સમય સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો વાહનો ની લાંબી કતારોનો ખડકલો થયો હતો.

આ બાબતે GEB કચેરી રાધનપુર ખાતે જાણ કરવામાં આવતા GEB ના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને રોડ પર પડેલ જોખમી વાયર હટાવવાની કામગીરી હાથ ધરી હતી ત્યારબાદ વાહન વ્યવહાર શરૂ થયો હતો. આમ GEB ની બેદરકારી સામે આવી હતી ત્યારે સદ નસીબે જાનીહાનિ ટળી હતી.જો કોઈ વાહન ચાલક પર આ જીવંત વાયર પડ્યો હોત તો કેટલાય નિર્દોષ લોકો ના જીવ ગયા હોત જેથી GEB ની ઉચ્ચ કક્ષાએ થી ફરી આવો બનાવ ના બને તે માટે રાધનપુર વિસ્તારના વાયરોની તપાસ થાય તે જરૂરી જોવા મળી રહ્યું છે આમ તો સમય થતા જ જર્જરિત વીજ વાયરો બદલવા જોઈએ અને સરકારનો જોખમી વાયરો જોખમી બને તે પહેલાં બદલવા માટે નો નિયમ પણ છે પરંતુ કેટલાક ભ્રષ્ટ GEB ના કર્મચારી બાબુઓ અને કોન્ટ્રાકટરની મિલીભગતથી જર્જરિત વાયરોની આખેઆખી ગબચી મારી દેતા હોય છે. જેનો ભોગ કયારેક નિર્દોષ લોકો ક્યારેક તેનો ભોગ બનતા હોય છે.ત્યારે જીઈબી ની બેદરકારીના લીધે જીવિત વીજ વાયર રોડ પર પડતા અફડાતફડી મચી જવા પામી હતી. રાધનપુરના કેટલાય વિસ્તારોમાં GEB ના વાયરો જોખમી હોવાનું નજરે જોવા મળે છે.ત્યારે આવો જ એક જોખમી વાયર રોડ પર પડવાનો કિસ્સો સામે આવતા લોકોના ટોળેટોળા ભેગા થયા હતા.

Advertisement

Share

Related posts

મિરે એસેટ ફાઉન્ડેશને બીએફએસઆઈ ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવા FINX સાથે સહયોગ કર્યો.

ProudOfGujarat

નાંદોદ તાલુકાના અણીજરા ગામે ટ્રેકટર પલ્ટી ખાતા એકનું મોત નીપજયું.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે પત્તા-પાનાનો જુગાર રમતા ચાર જેટલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!