Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં ઈલેક્ટ્રોનિકસના શો – રૂમના તાળા તોડી કરી તસ્કરો ચોરી કરી ફરાર

Share

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ચોરી અને લૂંટના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ચોરીનો વધુ એક વખત ચોરીનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં કડકડતી ઠંડીમાં ચોરો એ.સી ચોરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. જેમાં આજીડેમ નજીક શિવાય ઈલેક્ટ્રોનિકસ નામના શો – રૂમના તાળા તોડી તસ્કરો રૂ.૫૮ હજારની કિંમતના કુલ પાંચ એસી ચોરી ગયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસે અજાણ્યાં શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

વિગતો મુજબ ઢેબર રોડ પર આવેલ માનસા તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા રાજનભાઈ વિજયભાઈ ખીરૈયા નામના વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓનું આજીડેમ નજીક આવેલા શિવધારા પાર્કમાં શિવાય નામનું ઈલેક્ટ્રોનિકસનું શો રૂમ આવેલું છે.જેમાં તેઓ ગઈકાલે પોતાની ઘરે હતા ત્યારે તેને ત્યાં ન્યુઝ પેપર નાખવા આવે છે તેનો ફોન આવેલ અને મને કહેલ કે તામરી દુકાનનું શટર તૂટેલી હાલતમાં છે તેમ વાત કરતા હું મારી દુકાને અને દુકાન અંદર જઈ તપાસ કરતા મારી દુકાનમાંમાંથી એલ.જી.કંપનીનું આઉટ ડોર એ.સી. ૧.૫ ટનનું જેની કિંમત અંદાજે રૂ.૨૦,૦૦૦ ગણાય, એલ.જી કંપનીનું ઈન ડોર એ.સી. ૧ ટનનું જેની કિંમત અંદાજે રૂ. ૧૦,૦૦૦ ગણાય, બ્લુ સ્ટાર કંપનીનું ઈન ડોર એ.સી. ૧.૫ ટનનું જેની કિંમત અંદાજે રૂ. ૧૦,૦૦૦ ગણા, ડાર્કિંગ કંપનીનું ઈન ડોર એ.સી. ૮ ટનનું જેની કિંમત અંદાજે રૂ.૮,૦૦૦ ગણાય અને ડાર્કિંગ કંપનીનું ઈન ડોર એ.સી. ૧.૫ ટનનું જેની કિંમત અંદાજે રૂા. ૧૦,૦૦૦ ગણાય તેમ કુલ રૂ.૫૮ હજારની ચોરી થયા હોવાનું જણાતા આજીડેમ પોલીસમાં ફરિયાદ નોધાવી છે.

Advertisement

Share

Related posts

નર્મદા કલેકટરે રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ સંકુલની મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે એસ દુલેરાના અધ્યક્ષસ્થાને પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટિની મીટીંગ યોજાઈ

ProudOfGujarat

મનીષનંદ સોસાયટી વિસ્તારમાં અછોડા તોડની ઘટના બનતા લોકોમાં ભય વ્યાપ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!