Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ : જૂની વાતનો ખાર રાખી ત્રણ શખ્શોએ વૃદ્ધ પર કર્યો હુમલો

Share

રાજકોટમાં રહેતા વૃદ્ધના દીકરા પર ત્રણ શખ્સોએ હૂમલો કર્યો હતો જેની પોલીસમાં નોંધ કરવી હતી ત્યારે હુમલો કરનારએ પોલીસ ફરિયાદ પાછી ખેંચવા અને માફી માંગવા વૃદ્ધને કહ્યું હતું તેમ ન કરતા અને જૂની અદાવતનો ખાર રાખી ત્રણેય શખ્શોએ વૃદ્ધના ઘરે જઈ તેમના પર હૂમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર રાજકોટના ઘંટેશ્વર 25 વારીયામાં રહેતા વૃદ્ધ જ્યારે પોતાના ઘરે રાત્રે સૂતા હતા ત્યારે ત્રણ શખ્સોએ તેમના પર પાઇપ વડે હુમલો કાર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થતાં વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજકોટમાં થોડા માસ પહેલા વૃદ્ધના દીકરા પર નાથાભાઇ વાઘેલા સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો જેની વૃદ્ધ અને તેના દીકરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પોલીસ ફરિયાદ પાછી લેવા અને માફી માંગવા નાથાભાઇ અને તેમના સાથીઓ વૃદ્ધને ધમકાવતા હતા ત્યારે આમ ન કરતા અને જૂની અદાવતનો ખાર રાખી નાથાભાઇ સહિત શખ્શોએ વૃદ્ધના ઘરે ઘૂસી વૃદ્ધ રાત્રે સૂતા હોય ત્યારે ઘરમાં ઘુસી પાઇપ વડે મારમાર્યો હતો જેથી વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચનાં હાલ…બેહાલ…! ખાનગી લેબોરેટરીઓની બહાર કોવિડ-19 નાં રિપોર્ટ કઢાવવા દર્દીઓની લાંબી કતારો…

ProudOfGujarat

સુરત : મહાશિવરાત્રીના પર્વે બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા

ProudOfGujarat

તાપી જિલ્લાના વ્યારા ખાતે માતા સાવિત્રીબાઇ ફૂલે સ્માર્ટ આંગણવાડી ખાતે ત્રણ વર્ષ સુધીના નાના ભૂલકાઓનાં પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!