Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટ : પ્રથમ વખત મનપાનું સર્વર જામ થતા એક કલાક સેવાઓ ઠપ્પ થઈ.

Share

રાજકોટ મહાનગરપાલિકાની 80 ટકા કામગીરી ઓનલાઇન થાય છે વેરા ભરવાથી માંડી વોલ્વો બુકીંગ તેમજ બસની ટિકિટ અને ટ્રાફિક સિગ્નલ પર ઓટોમેટીક છે. આ કારણે સેવાનો ઉપયોગ દિનપ્રતિદિન વધે છે તેવામાં પ્રથમ વખત મનપાનો સર્વર જામ થતાં એક કલાક સેવાઓ ઠપ્પ રહી હતી અને બાદમાં કામગીરી પૂર્વવત થઇ હતી.

મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓનલાઇન કામગીરી માટે મનપા પાસે ચાર સર્વર છે. આ ચારેય સર્વર લોડ બેલેન્સિગ કરે છે એટલે કેસે વાપરનારાઓની સંખ્યા વધે એટલે જે સર્વરમાં ઓછા યુઝર હોય ત્યાંથી કામ કરાય છે આ રીતે ચારેય સર્વર ઓટોમેટીક એકબીજા પરથી કામના ભારણની લેવડદેવડ કરે એટલા માટે જ હજારો મિલકત ધારકો વેરો ઓનલાઇન ભરી શક્યા હતા પણ આ લોડ બેલેન્સિગ સિસ્ટમ ગુરુવારે બંધ થઈ હતી આ કારણે તમામ યુઝરનું પારણ એક જ સર્વર પર આવતા તે સર્વર ઠપ્પ થયું હતું. જેની જાણ થતાં કોમ્પ્યુટર વિભાગે શહેરના સિવિક પેટર્ન આ કામને અલગ સર્વર પર શિફ્ટ કરી કામગીરી ચાલુ કરાવી હતી અને બાદમાં ફરીથી લોડ બેલેન્સિગ શરૂ કરવા પ્રયત્ન કર્યો હતો અને બાદમાં મામલો થાળે પડ્યો હતો.

Advertisement

Share

Related posts

“સહજ સુવિધા અને સમર્પણ સાથે જનસેવા”ના ઉદ્દેશ્યથી નવનિર્મિત જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

વડોદરાની વાઘોડિયા ચોકડી નજીક પાર્ક કરેલ કારના કાચ તોડી ત્રણ લેપટોપ સાથે તબીબી સામાનની ચોરી

ProudOfGujarat

ચિત્રકારત્વ ક્ષેત્રે GAWA ઈન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત કરી દેશનું ગૌરવ વધારતાં પંકજ ચાવડા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!