Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટમાં સતત પાંચમાં દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, મેટોડામાં વીજળી પડતા યુવાનનું મોત.

Share

રાજકોટમાં આજે સતત પાંચમાં દિવસે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે ઉપલેટા આટકોટ અને ગોંડલ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. હાલ વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રાજકોટના મેટોડામાં વીજળી પડી હોવાના સમાચાર મળી આવ્યા છે. આ દરમ્યાન મૂળ ઉત્તર પ્રદેશના વતની નીરજ શ્યામ યાદવ નામના એક યુવકનું મોત થયું છે.

રાજકોટ શહેરમાં બપોરના સમયે મેઘ મહેર તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે હાલ શહેરમાં બાલાજી હોલ, નાના મવા રોડ, લક્ષ્મીનગર, મવડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે યાજ્ઞિક રોડ, રેસકોર્સ, જિલ્લાપંચાયત ચોક, જાગનાથ, ફુલછાબ ચોક સહિતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

Advertisement

ત્યારે રાજકોટ જીલ્લાના આટકોટમાં વીરનગર, પાચલડા, જંગવડ સહિતના અનેક વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ત્યાર બાદ કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આટકોટમાં એક કલાકમાં અડધો ઈંચ વરસાદ પડતા પંથકના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ત્યારે અસહ્ય ગરમી વચ્ચે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.


Share

Related posts

ભરૂચનાં ત્રિમૂર્તિ હોલ સામે ખુલ્લા કોમન પ્લોટમાં કારમાંથી વિદેશી દારૂ ઝડપી એક આરોપીની અટકાયત કરવામાં આવી.

ProudOfGujarat

ગરુડેશ્વર તાલુકાનાં કોઠી ગામનાં કેટલાક વ્યક્તિઓનાં નામો મતદાર યાદીમાં ન સમાતા રોષ : ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ ?

ProudOfGujarat

દક્ષિણ આફ્રિકાથી લાવેલા 12 ચિત્તા કૂનો નેશનલ પાર્ક લઈ જવાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!