Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડીમાં સામાજીક અંતર જાળવી ઇદની ઉજવણી કરવા પોલીસની અપીલ.

Share

ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે મુસ્લિમ અગ્રણીઓ સાથે રાજપારડી પોલીસે એક બેઠકનુ આયોજન કર્યુ હતુ. રાજપારડી પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ.જે.બી.જાદવે ઉપસ્થિત મુસ્લિમ અગ્રણીઓને અપીલ કરતા જણાવ્યું હતુ કે હાલ દેશભરમાં કોરોના વાયરસનુ સંક્રમણ લોકોને થઇ રહ્યુ છે અને ભારત દેશનાં નાગરીકને કોરોના વાયરસથી બચાવવા પોલીસ તેમજ સરકાર અસરકારક પગલા લઇ રહી છે. રાજપારડી મુસ્લિમ બિરાદરોને એક સંદેશ આપતા જણાવ્યુ કે આગામી દિવસોમાં રમઝાન ઇદનો તહેવાર આવનાર હોઇ ગામના તમામ મુસ્લિમ બિરાદરો સામાજીક અંતર જાળવી ઇદની ઉજવણી કરે અને ચોથા તબક્કાનાં લોકડાઉનનાં નિયમોનુ પાલન કરે પોલીસ મથકમાં યોજાયેલ બેઠકમાં પી.એસ.આઇ.એ અંતમાં મુસ્લિમ અગ્રણીઓ સહિત તમામ મુસ્લિમ બિરાદરોને ઇદ મુબારક પાઠવ્યું હતું. ઉપસ્થિત મુસ્લિમ અગ્રણીઓએ લોકડાઉનનાં નિયમોનો અમલ કરી ઇદની ઉજવણી કરવા ખાતરી આપી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદ ખાતે કલેક્ટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા રૂડસેટ એડવાઈઝરીની બેઠક યોજાઈ.

ProudOfGujarat

બ્લુમુન શાળામાં ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ રમોત્સવની ઊજવણી.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ખાતે દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ બંધ રખાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!