Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રાજપીપળા પાલિકાનું 2017-18 વર્ષનું 1.9 કરોડના પુરાત વાળું બજેટ સર્વાનુમતે મંજુર.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)

રાજપીપળા પાલિકાની 40.26 કરોડની કુલ આવક સામે 38.35 કરોડનો ખર્ચ રજૂ કરાયો.
:રાજપીપળા પાલિકામાં હાલ ભાજપનું શાસન છે.વર્ષ 2018-19ના વર્ષ માટે અંદાજપત્ર રજૂ કરવા રાજપોપડા પાલિકા સભાખંડમાં એક બોર્ડ મિટિંગ મળી હતી.જેમાં પાલિકા મુખ્ય અધિકારી એચ.પી.શાહ,પાલિકા પ્રમુખ અલકેશસિંહ ગોહિલ,વિપક્ષ નેતા મુનતેઝીરખાન શેખ સહિત પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ બોર્ડ મિટિંગમાં સભ્યો સામે પાલિકાના વાર્ષિક હિસાબો સહિત પાલિકાને મળનારી ગ્રાન્ટની સામે વિવિધ ખર્ચ રજૂ કરાયા હતા.બાદ રાજપીપળા પાલિકાની 40.26 કરોડની કુલ આવક સામે 38.35 કરોડનો ખર્ચ રજૂ કરતા 1.90 કરોડના પુરાત વાળું બજેટ સર્વાનુમતે મંજુર કરાયું હતું.અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષ 2017-18 માટે 29.26 કરોડના કુલ આવક સામે 26.12 કરોડના ખર્ચ રજૂ થતા 3.14 કરોડના પુરાત વાળું બજેટ મંજુર થયું હતું.ગત વર્ષ કરતા આ વર્ષે 12 કરોડનું વધારે બજેટ મંજુર કરાયું છે.
તો આ તમામની વચ્ચે બજેટની મળેલી આ બેઠકમાં ભાજપના 2 અને વિપક્ષના 5 સભ્યો અંગત કારણોસર ગેરહાજર રહ્યા હતા.રાજપીપળા પાલિકાના મંજુર થયેલા બજેટના મુખ્ય મુદ્દા પર નજર કરીએ તો રાજપીપળા પાલિકા પ્રમુખની ગાડીના ડીઝલ ખર્ચ માટે 50 હજાર,ડીઝલ-ઓઇલ લુબ્રિકેન્ટ ખરીદી માટે 20 લાખ,આરોગ્ય માટે 2 લાખ,રાજપીપળા શહેરના જાહેર બગીચા-વિવિધ પ્રતિમાઓ સહિત શહેરની શાન વધારવાના વિવિધ કામો માટે 41 લાખ,જાહેર કામો માટે 7 કરોડ મંજુર કરાયા છે.જ્યારે રોડ,રસ્તા,હેન્ડપમ્પ,ગટર-નાળુ, પાણીની પાઈપલાઈન,પછાત વિસ્તારના વિકાસ સહિત અન્ય કામો માટે 17 કરોડથી પણ વધુ રકમ મંજુર કરાયા છે.તો બીજી બાજુ રાજપીપળા પાલિકા વિપક્ષ નેતા મુનતેઝીર ખાન શેખની રજૂઆતને પગલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસના કામો માટે રાજપીપળા મુસ્લિમ સમાજ કબ્રસ્તાન બહારની સાઈડ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવા 12 લાખ અને હરિજનવાસ સ્મશાનમાં સંરક્ષણ દિવલ તથા પ્રાર્થના હોલ બનાવવા 20 લાખ મંજુર કરાયા છે.
Advertisement

Share

Related posts

31 ડિસેમ્બરને લઈને નર્મદા પોલીસ એલર્ટ,સાગબરની ધનશેરા ચેકપોસ્ટ પોલીસે સીલ કરી

ProudOfGujarat

અમદાવાદથી મુંબઈ જતા પરિવારને કરજણ નજીક નડયો અકસ્માત : અકસ્માતમાં એક વ્યક્તિનું મોત બે વ્યક્તિ ઘાયલ.

ProudOfGujarat

અંકલેશ્વરના કોસમડી ગામે મોરા ફળીયામાંથી એક ઈસમ શંકાસ્પદ બાઈક સાથે ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!