Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

નાંદોદના લીમટવાડા અને ડેડીયાપાડાના કાલબી ખાતે થયેલા બે અકસ્માતમાં બે ના મોત

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપલા)
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લીમટવાડા અને ડેડીયાપાડા તાલુકાના કાલબી ગામ પાસે થયેલા અકસ્માતના બે અલગ અલગ બનાવમાં એક મહિલા સહીત બે ના મોત થયા છે.પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડાના પોમલાપાડા ખાતે રહેતા કિરીટ દલપત વસાવા ( ઉ.વ.56 ) શનિવારે સાંજે 4 વાગે પોતાની બાઈક નં.જી.જે.22 કે 2174 લઈ જતો હતો તે સમયે નાંદોદના લીમટવાડ બસ સ્ટેન્ડ પાસે તેમની બાઈક પુરપાટ હંકારતા એણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.દરમિયાન એની બાઈક ગાય સાથે અથડાતા તે પોતે ફંગોળાઈ જતા માથામાં ગંભીર ઇજા થઈ હતી.બાદ એને પ્રાથમિક સરવાર માટે રાજપીપલા સિવિલ પર બાદ વધુ સરવાર માટે વડોદરા ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતા રાજપીપલા પોલીસે ગુનો નોંધી તાપસ હાથ ધરી છે.
જયારે બીજો બનાવ ડેડીયાપાડાના કાલબી ગામ પાસે બન્યો હતો.જેમાં ડેડીયાપાડાના અનિલ રામસીંગ વસાવા તથા ઉર્વશીબેન રવિદાસ વસાવા ( રહે.જુના આંબાવાડી ) તથા ટ્વિન્કલબેન સ્કૂટર પર કીચબર ગામેથી આંબાવાડી પરત જતા હતા.તે સમયે કાલબી ગામ પાસે એક કન્ટેનર પુરપાટ આવતા તેમના સ્કૂટરને પાછળથી ટક્કર મારી હતી.જેમાં ઉર્વશીબેનનું સ્થળ પરજ મોત થયું હતું.જયારે ટ્વિન્કલને ઇજા થઈ હતી આ બાબતે ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી અકસ્માત કરી નાસી ગયેલ કન્ટેનર ચાલાકની શોધખોળ શરૂ કરી છે.

Share

Related posts

ભરૂચમાં આગામી ૨૮મી મે સુધી યલો એલર્ટ : વાવાઝોડા સાથે વરસાદની આગાહી

ProudOfGujarat

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૪૪ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૯૯.૭૩ ટકા જળસંગ્રહ

ProudOfGujarat

નેત્રંગમાં રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ.

ProudOfGujarat
error: Content is protected !!