Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : ગરૂડેશ્ચર તાલુકામાં તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા પંદરમા નાણાંપંચની ગ્રાન્ટના નાણાં ફાળવવા કોંગ્રેસ કાર્યકરોનાં ધરણાં.

Share

નર્મદા જિલ્લાના ગરૂડેશ્ચર તાલુકામાં ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા પંદરમા નાણાપંચની ગ્રાન્ટ બાબતે કોંગ્રેસના સભ્યો સાથે ભેદભાવ કરવામાં આવ્યો તે અંગે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ધરણા પ્રદર્શનમા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદ, ગરૂડેશ્ચર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવી, નરેશભાઇ સોલંકી, ઉસમાન મકરાણી તથા જિલ્લા પંચાયતના સભ્યો નીતેષ તડવી, ભગવતીબેન તડવી અને કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.

આ અંગે ગરુડેશ્વર તાલુકાના વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે વિકાસ કમિશનર દ્વારા ગામના વિકાસ કરવા માટે તાલુકા પંચાયતને 20 ટકા ગ્રાન્ટ, જિલ્લા પંચાયત ને 29%, અને ગ્રામ પંચાયતને 70 ટકા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પણ ગરુડેશ્વર તાલુકા પંચાયતને ફાળવવાની થતી ૧૪ લાખ 8 હજારની ગ્રાન્ટ આવીને પડી છે. આ બાબતે કામ કરવા બાબતે સોમવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ ગ્રાન્ટ ફાળવતા નથી. એક તરફ વિકાસ કમિશનર કહે છે કે ગામડાનો વિકાસ કરો તો બીજી તરફ ગામડાના વિકાસ માટે ફાળવેલ ગ્રાન્ટ આપતા નથી. તો ગામડાનો વિકાસ કેવી રીતે થશે ? એવું પણ નક્કી થયું છે કે 60 ટકા ગ્રાન્ટ સત્તા પક્ષને અને ૪૦ ટકા ગ્રાન્ટ વિપક્ષને આપવાની છે પણ વિપક્ષને ધ્યાનમાં રાખ્યા વગર ગ્રાન્ટ ફાળવતા નથી. જેની સામે અમારો વિરોધ છે. છેવાડાના ગામ સુધીનો વિકાસ થતો નથી માટે વહેલી તકે ગ્રાન્ટ નહીં ફાળવે. જો નિકાલ નહી આવે તાલુકા પંચાયતને તાળાબંધી કરવામાં આવશે એવી ચીમકી પણ આપી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

રાજપીપળા : દિવાળી, નવા વર્ષ તેમજ ભાઈ બીજના પર્વોમાં 108 ની ઇમર્જન્સી કેસોમાં ઉછાળો.

ProudOfGujarat

ખેડા જિલ્લામાં જુનિયર કલાર્ક પરીક્ષા માટેના પરીક્ષાના સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા અંગેનું જાહેરનામું

ProudOfGujarat

अमेज़ॅन प्राइम ओरिजिनल सीरीज़ “मिर्जापुर” का दूसरा सीज़न मनोरंजन करने के लिए है तैयार!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!