Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાનાં કૂકરી પાદરથી આગળ આવેલ દેવ નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયેલ અજાણ્યા યુવાનનું કરૂણ મોત.

Share

નર્મદામા હાલ ભારે વરસાદ પડી રહ્યો હોઈ નદીઓમાં પાણીની આવક સતત વધી રહી છે ત્યારે ડેડીયાપાડા તાલુકાના કૂકરી પાદરથી આગળ આવેલ દેવ નદીના ઊંડા પાણીમાં એક અજાણ્યા યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ અંગે ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત અનુસાર પાંચેક દિવસ પહેલા કોઈ પણ કૂકરી પાદરથી આગળ આવેલ દેવ નદીના નાળા(પુલ)થી આશરે ૧૦૦ મીટર દૂર કિનારાથી ૨૦ ફૂટ ઉપર નદીના પાણીમાં અજાણ્યો યુવાન ડૂબી ગયાની ખબર લીમજીભાઇ ખોમાભાઇ વસાવા(ઉ.વ.૪૬ રહે.ડુમખલ નિશાળ ફળિયું તા.ડેડીયાપાડા) એ આપી હતી. જેમાં મરનાર કોઈ અજાણ્યો પુરૂષ ઈસમ ઉ.વ.આશરે ૩૦થી ૩૫ વર્ષ જેના નામ સરનામું જણાઈ આવેલ નથી. તે ડૂબી ગયેલ જેને શરીરે લાંબી બાયનો કાળા તથા વાદળી કલરનો શર્ટ પહેરેલ છે તથા કમરે કાળા કલરનો મેલા જેવો હાફ ચડ્ડો પહેરેલ છે જે દેવ નદીના પાણીમાં પડી ડૂબી જવાથી તેનું મોત નીપજતા પોલીસે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

પોક્સોનો આરોપી જામીન શરત ભંગ કરી ફરાર

ProudOfGujarat

ભરૂચ કોરોના કહેર વચ્ચે મોતનો તાંડવ યથાવત, ગતરાત્રી સુધી અનેક દર્દીઓએ દમ તોડયા, કોવિડ સ્મશાનમાં ૫૩ જેટલા મૃતદેહને અપાયા અગ્નિદાહ..!!

ProudOfGujarat

ભરૂચનું ગૌરવ : ભરૂચના યુવાન યામિન અન્સારી મિસ્ટર ગુજરાત 2022 નો એવોર્ડ જીત્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!