Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેશના ૪૨ જેટલા તાલીમી IAS અધિકારીઓ નર્મદા જિલ્લાના ૭ ગામોમાં કરશે રોકાણ

Share

રાજપીપલા : આરીફ જી કુરેશી

તાલીમી અભ્યાસના ભાગરૂપે દેશના ૪૨ જેટલા તાલીમી IAS અધિકારીઓ નર્મદા જિલ્લાના ૭ ગામોમાં કરશે રોકાણ પ્રથમ દિવસે એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ-નર્મદા સંદર્ભે રાજપીપલા ખાતે જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપશે સમજૂતી એક સપ્તાહ દરમિયાન તાલીમી અધિકારીઓ જે તે ગામના શિક્ષણ-આરોગ્ય-પોષણ-કૃષિ-સિંચાઇ-બાગાયત-પશુપાલન સહિત વિવિધ પાંસાઓના અભ્યાસ ઉપરાંત ગ્રામજનો સાથે કરશે સંવાદ-પરામર્શ
મસુરીની લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશન દ્વારા દેશના ૪૨ જેટલાં તાલીમી IAS અધિકારીઓ તેમની તાલીમના ભાગરૂપે ફાઉન્ડેશન કોર્ષ અંતર્ગત તા. ૧૮ મી થી તા. ૨૪ મી ઓકટોબર-૨૦૧૯ દરમિયાન નર્મદા જિલ્લાના જુદા જુદા સાત જેટલા ગામોમાં છ-છ અધિકારીઓનું જુથ એક સપ્તાહ સુધી રોકાણ કરીને જે તે ગામના શિક્ષણ-આરોગ્ય-પોષણ-કૃષિ-સિંચાઇ-બાગાયત-પશુપાલન સહિત વિવિધ પાંસાઓના અભ્યાસ ઉપરાંત ગ્રામજનો સાથે સરકારની વિવિધ અમલી યોજનાઓ વિશે સંવાદ અને પરામર્શ કરશે.
નર્મદા જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ નાંદોદ તાલુકાના ધારીખેડા, તિલકવાડા તાલુકાના વઘેલી, ગરૂડેશ્વર તાલુકાના ગરૂડેશ્વર, દેડીયાપાડા તાલુકાના નિવાલ્દા અને ચિકદા તેમજ સાગબારા તાલુકાના પાંચપીપરી અને સાગબારા ગામોએ આ ૪૨ જેટલાં તાલીમી IAS અધિકારીઓ જે તે ગામોની પ્રાથમિક શાળાઓ ખાતે ઉકત સપ્તાહ દરમિયાન રાત્રી રોકાણ કરશે અને દિવસ દરમિયાન જે તે ગામડાઓમાં શિક્ષણ-આરોગ્ય, પંચાયતી રાજ સંસ્થાની કામગીરી, ખેતીવાડી અને જમીન સુધારણા- સ્વચ્છ ભારત અભિયાન, ગ્રામિણ યુવાઓ અને તેમની આકાંક્ષાઓ વિશે ગામના અભ્યાસ અર્થે ગ્રામજનો સાથે ચર્ચા-સંવાદ કરશે.
તદ્ઉપરાંત ગામની શાળાના વરિષ્ઠ શિક્ષક, આંગણવાડી કાર્યકર, મલ્ટીપરપઝ હેલ્થ વર્કર સ્થાનિક ડૉકટર-નર્સ કંપાઉન્ડરપ્ સ્થાનિક તલાટી-કમ-મંત્રી સાથે ચર્ચા કરશે તેમજ ગામના વયોવૃધ્ધ લોકો કે જે ગામના ઇતિહાસ વિશે વાત કરવા માંગતા હોય તો તેમની સાથે પણ ચર્ચા કરી તેનાથી આ તાલીમી જુથ અવગત થશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ તાલીમી IAS અધિકારીઓ તેમના જે તે ગામના એક સપ્તાહના અભ્યાસ-રોકાણ બાદ તારીખ ૨૫ મી ઓકટોબર-૨૦૧૯ ના રોજ કેવડીયા કોલોની, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટેન્ટ સીટી ખાતે સમગ્ર દેશભરના IAS,IPS,IFS વગેરે સનદી અધિકારીઓ માટે યોજાનારા ફાઉન્ડેશન કોર્ષમાં ભાગ લેશે.
નર્મદા જિલ્લામાં ફાઉન્ડેશન કોર્ષ માટે ફાળવાયેલા ૪૨ જેટલા IAS તાલીમી અધિકારીઓ તા. ૧૮ મી ઓકટોબર-૨૦૧૯ ના રોજ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે સવારે આવી પહોંચશે. ત્યારબાદ તેઓશ્રી સવારે ૧૧:૦૦ કલાકે રાજપીપલા કલેકટરાલયમાં કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલની ઉપસ્થિતિમાં એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ-નર્મદા જિલ્લાની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપશે. બપોર બાદ જિલ્લાની ક્ષેત્રીય મુલાકાત લેશે અને રાત્રે જુથ વાઇઝ અધિકારીઓ તેમને ફાળવાયેલા ગામોમાં રાત્રી રોકાણ કરીને બીજા દિવસથી તેમને સોંપાયેલી કામગીરી જે તે ગામમાં આગળ ધપાવશે.

Advertisement

Share

Related posts

જાંબુધોડા ખાતે મધ્‍ય ગુજરાત ઝોનના માહિતીકચેરીઓના અધિકારી-કર્મીઓ માટે ચિંતન શિબિર યોજાઇ

ProudOfGujarat

પ્રખ્યાત કવિ કેદારનાથ સિંહે ડૉ. સાગરની કવિતાઓ પર શું કહ્યું…જાણો.

ProudOfGujarat

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ની હદ વિસ્તાર માંથી ટ્રાફિક ને અડચણ રૂપ લારીઓ ઉપર પોલીસે સપાટો બોલાવી કાર્યવાહી કરતા રસ્તા વચ્ચે ઉભા રહેતા લારી ધારકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!