Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : લૂપ્ત થતાં અસલી શેરી ગરબાને છેલ્લા 9 વર્ષથી જીવંત રાખવાનો પ્રેસ ક્લબ નર્મદાનો સ્તુત્ય પ્રયાસ.

Share

નર્મદા જિલ્લામા ઘણા વખતથી લૂપ્ત થતાં અસલી શેરી ગરબાને છેલ્લા 9 વર્ષથી પ્રેસ ક્લબ નર્મદા, રાજપીપલા દ્વારા જીવંત રાખવાનો સ્તુત્ય પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે ચાલુ વર્ષે પ્રેસ કલબ નર્મદા, રાજપીપલા આયોજીત અને સુરક્ષા સેતુ સોસાયટી (નર્મદા પોલીસ) પ્રાયોજીત અને સ્વ. રત્નસિંહજી મહિડાના સ્મરણાર્થે દ્વિદિવસીય નવમો નવરાત્રી શેરી ગરબા મહોત્સવ(હરીફાઈ)-2021નું આયોજન તા 09.10.21 શનિવાર અને તા 10.10.21 રવિવાર એમ બે દિવસ ઈનામી શેરી ગરબા હરીફાઈનું આયોજન કરેલ છે. જેનું ઉદ્ઘાટન તા 09.10.21 શનિવારના રોજ નવદુર્ગા હાઈસ્કૂલ, રાજપીપલા ખાતે સાંજે 07 કલાકે રાખેલ છે. જેમાં સમારંભના ઉદ્ઘાટક અને મુખ્ય મહેમાન તરીકે  મનસુખભાઈ વસાવા(સાંસદ, ભરૂચ), ગીતાબેન રાઠવા (સાંસદ, છોટાઉદેપુર) તથા પી.ડી. વસાવા.(ધારાસભ્ય, નાંદોદ) તેમજ સમારંભમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે ડી એ શાહ (કલેકટર, નર્મદા.) તથા  હિમકરસિંહ
(જીલ્લા પોલીસ વડા, નર્મદા) ની રહેશે. તેમજ સમારંભના અતિથિવિશેષ તરીકે ઘનશ્યામભાઈ પટેલ (ચેરમેન : નર્મદા સુગર, ભરુચ દૂધધારાડેરી, bjp નર્મદા ), કૂલદીપસિંહ ગોહિલ (પ્રમુખ, નગરપાલીકા રાજપીપલા), એસ એન અસારી (જિલ્લા રમતગમત અધિકારી, નર્મદા), રીનાબેન પંડ્યા(આચાર્યા :નવદુર્ગા હાઈસ્કૂલ, રાજપીપલા) ઉપસ્થિત રહેશે. એમપ્રેસ ક્લબ નર્મદા પ્રમુખ દીપક જગતાપ અને મંત્રી આશિક પઠાણની યાદીમા જણાવાયું છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા 

Advertisement

Share

Related posts

રાજપીપળા : ટી.વાય બી.કોમમાં અભ્યાસ કરતા આશાસ્પદ યુવાન વિદ્યાર્થીનું નામ ઓનલાઇન રિઝલ્ટમાં પણ નહીં આવતાં યુવકે કેનાલમાં ભૂસકો મારી આત્મહત્યા કરતાં ચકચાર.

ProudOfGujarat

ઝધડિયા તાલુકાના અસનાવી અને ઝરીયા ગામેથી વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

માંગરોળના રતોલા ગામે કારના ટાયરમાં પંચર પડતાં કાર પલ્ટી મારી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!