Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેડિયાપાડા અને સાગબારા તાલુકાના લાભાર્થીઓને આદેશપત્રો અને અધિકારપત્રોનું કરાયું વિતરણ.

Share

નર્મદા જિલ્લાને એસ્પિરેશનલ જિલ્લા તરીકે જાહેર કરાયેલ છે, ત્યારે સરકારની અનેકવિધ યોજનાઓના લાભો છેવાડાના લોકોને મળી રહે તેવા પ્રયાસોના ભાગરૂપે ગઇકાલે દેડીયાપાડાના કમોદવાવ ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતના સદસ્ય ખાનસીંગભાઇ વસાવા, દેડીયાપાડા તાલુકા પંચાયતના સદસ્ય કુસુમબેન વસાવા સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કમોદવાવ, પાટડી, શેરવાઇ, કંજાઇ અને વડીવાવ વગેરે ગામોના ૩૪ લાભાર્થીઓને આદેશપત્રો અને ૭૮ લાભાર્થીઓને અધિકારપત્રો વિતરણ કરાયાં હતાં.

જ રીતે, સાગબારા તાલુકાના ગોડદા ગામે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન સુભાષભાઇ વસાવા, જિલ્લા પંચાયતના સિંચાઇ સમિતિના ચેરમેન સોમભાઇ વસાવા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી નીતાબેન વસાવા, તાલુકાના અગ્રણી શંકરભાઇ વસાવા અને રમેશભાઇ વાસાવા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે આદેશપત્રો અને અધિકારપત્રો વિતરણ કરાયાં હતાં, આમ નર્મદા જિલ્લામાં દેડીયાપડા અને સાગબારા તાલુકામાં કલસ્ટર વાઇસ કુલ-૧૨૩૪ જેટલા લાભાર્થીઓને આદેશપત્રો અને અધિકારપત્રો વિતરણ કરાયાં હતાં.

જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ કમોદવાવ ગામે આદેશપત્રો અને અધિકારપત્રોના વિતરણ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતુ કે, સરકારની વનબંધુ યોજના સહિત અનેકવિધ યોજનાઓ અમલમાં છે ત્યારે તેનો લાભ લઇને આત્મનિર્ભર બનવાની સાથોસાથ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યું ઓફ યુનિટીનું નિર્માણ કરીને અનેક લોકોને રોજગારી પુરી પાડીને પગભર બનાવ્યાં છે. ભાવિ પેઢી માટે જંગલોનું જતન અને સંરક્ષણ કરવાની આપણા સહુની નૈતિક જવાબદારી હોવાની સાથે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાથી ઓછી મહેનત વધુ આવક મેળવી શકાય છે તેમજ સેવા સેતુ કાર્યક્રમ થકી લોકોને ઘર આંગણે જ શ્રેષ્ઠતમ સુવિધાઓ મળી રહી છે ત્યારે તેનો અવશ્ય લાભ લેવા વસાવાએ હિમાયત કરી હતી.

Advertisement

જ્યોતિ જગતાપ


Share

Related posts

અંકલેશ્વર – ચૌટા બજાર વિસ્તારમાં ગઈકાલે બનેલ ઘટનાને લઈ અંકલેશ્વરના જાગૃત યુવાન દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની માંગ કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વરના અમરાવતી પુલ પર ટેમ્પો અને બસ વચ્ચે અકસ્માત..

ProudOfGujarat

ગુજરાતના ડાયમંડ સીટી સુરતમાં 500 કરોડના રિયલ ડાયમંડના ગણપતિની સ્થાપના કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!