Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતના જાણીતા મ્યુઝીક કંપોઝર, મ્યુઝીક ડાયરેક્ટર અને ગાયક રાજપીપલાના શિવરામ પરમારની સંગીત ક્ષેત્રે વધુ એક સિદ્ધિ.

Share

આખો ભારત દેશ જયારે આઝાદીના ૭૫ મા વર્ષ તરીકે ઉજવવા જઇ રહયુ છે, ત્યારે ગુજરાતના જાણીતા મ્યુઝીક કંપોઝર, મ્યુઝીક ડાયરેક્ટર અને ગાયક, જેઓએ રાજપીપલા જેવા નાનકડા ગામમાંથી મુંબઈ જઈને પોતાની એક આગવી ઓળખ ઉભી કરીને રાજપીપલા તથા ગુજરાતનું નામ રોશન કર્યુ છે એવા શિવરામ પરમાર તથા ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાખાના માનસ પુત્રી પદ્મશ્રી ડો. સોમા ઘોષ સાથે મળીને અમૃત મહોત્સવને લઇને એક સુંદર ગીતની રચના કરવામાં આવી છે. જેમા કંઠ પણ શિવરામ પરમારે જ આપ્યો છે. આ ગીતમાં આઝાદીથી લઈને આજના આત્મનિર્ભર ભારતની વાતને કંડારવામાં આવી છે.

આ ગીત સાબરમતી આશ્રમ પર આખું વર્ષ વગાડવામાં આવશે. આ ગીતમાં રાષ્ટ્રપિતા મહાત્માગાંધીજીના પ્રિય ભજન “વૈષ્ણવજન તો તેને રે કહીએ જે” ની અમુક પંકિતઓ અલગ રીતે કંપોઝ કરવામાંઆવી છે. જેનાથી આ ગીત વધુ લોકપ્રિય બન્યું છે. શિવરામ પરમારે આવા અનેક કામ સાથે ભારત દેશને “સ્ટેચ્યુ ઓફ યુનિટી” નું ગીત તથા મતદાન માટે લોકોને જાગૃત કરવાના અનેક ગીતો પણ બનાવ્યા છે. આ ગીતના શબ્દો બનારસના જાણીતા કવિ સંજયભાઇ મિશ્રાએ લખેલ છે.

હિન્દી ફિલ્મમા મ્યુઝિક ડાયરેક્ટર તરીકે પદાર્પણ કરનાર રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમાર હાલ મુંબઈમા રહીને ફિલ્મ ક્ષેત્રે અને સંગીત ક્ષેત્રે સારુ એવુ નામ કમાવ્યું છે. = રાજપીપલા અને નર્મદા જિલ્લાનું ગૌરવ બનેલા શિવરામ પરમારે હાલ 2021 ના નવા લેટેસ્ટ ગરબામા પણ પોતાનું મ્યુઝિક આપ્યું છે જે ખેલૈયાઓમાં ખુબ લોકપ્રિય થયું છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

જામનગરમાં તાઉતે વાવાઝોડાની નહિવત અસર : કોઈ જાનમાલને નુકશાની નહીં.

ProudOfGujarat

ખેડા પાસે મેડિકલ વાન અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત નિપજ્યું

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનો નાના કાકડીઆંબા ડેમ ચાલુ વર્ષે છલકાયો ઓવરફલો થતા અદભુત નજારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!