Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેશની જુદી-જુદી યુનિવર્સીટીના બનાવટી ડીગ્રી સર્ટીફીકેટ તેમજ માર્કશીટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું.

Share

દેશની જુદી-જુદી યુનિવર્સીટીના બનાવટી ડીગ્રી સર્ટીફીકેટ તેમજ માર્કશીટો બનાવવાનું મોટુ કૌભાંડ ઝડપાયું છે. જેમાં ભારતની અલગ-અલગ ૩૫ યુનિવર્સીટીના ૨૩૭ ડીગ્રી સર્ટીફીકેટ કુલ- તથા ૫૧૦ માર્કશીટો ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ડીગ્રીસર્ટી તથા માર્કશીટને પ્રિન્ટ કરવા માટેની સ્ટેશનરી તથા કલર પ્રિન્ટર મશીન તેમજ અલગ-અલગ યુનિવર્સીટી તેમજ બોર્ડના રબર સ્ટેમ્પ કુલ-૯૪ તથા ડીગ્રી સર્ટી તથા માર્કશીટ ઉપર લગાડવાના હોલમાર્ક મળી આવ્યા હોવાનું એક પત્રકાર પરિષદમા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું.તેમજ અલગ-અલગ એજ્યુકેશન યુનિવર્સીટી તથા સંસ્થાઓના કુલ-૭૩ વેબસાઇટ ડોમેઇન જે પોતે ચલાવી રહ્યા હોવાનું પણ જણાવ્યુ હતું.

આ સમગ્ર પ્રકરણની વિગત અનુસાર રાજપીપલા ખાતેની બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીમાં ગત તારીખ ૧૦/૧૨/૨૦૨૧ ના રોજ બનાવટી ડીગ્રી સર્ટી વેરીફીકેશન માટે આવતાં તેમજ યુનિવર્સીટની ફેક વેબસાઇટ બનાવેલ હોય યુનિવર્સીટીના રજીસ્ટ્રાર દ્વારા આ બાબતે રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ જે ફરીયાદ આધારે રાજપીપલા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૫૬/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૪૬૫, ૪૬૮, ૪૬૯, ૪૭૧, ૫૦૦ તથા આઇ.ટી.એક્ટ ૬૬ડી મુજબનો ગુનો નોંધી આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવેલ.

એમ.એસ.ભરાડા, ઇચા.પોલીસ મહાનિરીક્ષક, વડોદરાવિભાગ, વડોદરા તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાની સુચના તથા માર્ગદર્શન અનુસંધાને જે ગુનાની તપાસ એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તથા તેમની ટીમ કરતાં હોય દરમ્યાન આ બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીની ફેક વેબસાઇટને ટેક્નીક્લ આધારે વેબસાઇટ બનાવનારની ઓળખ કરવામાં આવી. તેમજ આ યુનિવર્સીટીના સર્ટીઓ બાબતે વેરીફીકેશન તેમજ લાગતા વળગતા પાસાઓની તપાસ કરવામાં આવી. તપાસ દરમ્યાન આ વેબસાઇટ તથા બનાવટી ડીગ્રી સર્ટીફીકેટ દિલ્હી ખાતેથી બેઉલા નંદ રેવ બીસી નંદ હાલ રહે. ૪-એ, નંબર ૧૪ રાજાપુરી રોડ ઉત્તમનગર, નવી દિલ્હીનાની રાજાપુરી રોડ ઉત્તમ નગરનાની હોવાનુંતપાસ દરમ્યાન બહાર આવેલ હોય જેથી એલ.સી.બી.ની એક ટીમના એ.જે.પટેલ, પો.સ.ઇ. તથા એ.એસ.આઇ.
ભરતભાઇ તથા અ.હે.કો. કિરણભાઇ તથા ડ્રા.હે.કો. સુભાષભાઇ નાઓ દિલ્હી જઇ આ આરોપી બહેનને પકડી આરોપી બહેનના ઘરની ઝડતી તપાસ કરતાં ભારતની અલગ-અલગ ૩૫ યુનિવર્સીટીના ડીગ્રી સર્ટીફીકેટ કુલ-૨૩૭ તથા માર્કશીટો-૫૧૦ તથા ડીગ્રીસર્ટી તથા માર્કશીટને પ્રિન્ટ કરવા માટેની સ્ટેશનરી તથા કલર પ્રિન્ટર મશીન તેમજ અલગ-અલગ યુનિવર્સીટી તેમજ બોર્ડના રબર સ્ટેમ્પ કુલ-૯૪ તથા ડીગ્રી સર્ટી તથા માર્કશીટ ઉપર લગાડવાના હોલમાર્ક મળી આવેલ. તેમજ અલગ-અલગ એજ્યુકેશન યુનિવર્સીટી તથા સંસ્થાઓના કુલ-૭૩ વેબસાઇટ ડોમેઇન જે પોતે ચલાવી રહ્યા છે. જે તમામ મુદ્દામાલ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે. તેમજ આરોપી સાથે સંપર્ક રહેલ ગુજરાતના તથા ગુજરાત બહારના એજન્ટોની તપાસ કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

આગામી ૦૪ ઓગસ્ટ ૨૦૨૪ નાં ૨૪:૦૦ કલાક સુધી ૦૩ (ત્રણ) માસ માટે નર્મદામૈયા બ્રીજ ઉપરથી પસાર થતાં તમામ પ્રકારનાં ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

ProudOfGujarat

થર્ટી ફર્સ્ટ નજીક આવતા દારૂની રેલમછેલ : રાજકોટમાંથી પકડાયો દારૂનો મોટો જથ્થો.

ProudOfGujarat

फरहान के 5 पसंदीदा कॉन्सर्ट गाने, जो भीड़ को पागल बना देती है!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!