Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લામાં 73 માં પ્રજાસત્તાક દિનની ઉજવણીનું રિહર્સલ કરાયું.

Share

પંચમહાલ જિલ્લામાં આગામી 26 મી જાન્યુઆરી, 2022 નાં 73 મા પ્રજાસત્તાક દિનનો ઉજવણી કાર્યક્રમ ગોધરાના પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાના પ્રભારી અને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાશે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારની માર્ગદર્શિકા અનુસાર કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 09.00 કલાકે કેબિનેટમંત્રીનાં વરદહસ્તે ધ્વજવંદન અને સલામી યોજાશે. ત્યારબાદ મંત્રી દ્વારા ઉદબોધન અને પ્રશસ્તિપત્રનું વિતરણ કરવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લાના વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓ-કર્મચારીઓ-અધિકારીઓને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવશે. ત્યારબાદ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે ગોધરા પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે રિહર્સલ યોજાયું હતું. જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી ફેરફારો અંગે સૂચના-માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટરએ પરેડ કાર્યક્રમ સુચારૂરૂપે યોજાય તે માટે કોરોના સંક્રમણ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને ધ્વજવંદન, બેઠક વ્યવસ્થા, પ્રમાણપત્ર વિતરણ, વૃક્ષારોપણ, પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ વિશે વિગતવાર માહિતી મેળવી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. પ્રજાસત્તાક દિનને ધ્યાનમાં રાખીને જિલ્લાની સરકારી કચેરીઓને રોશની કરી શણગારવામાં આવી રહી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકામાં ૪૦ લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા.

ProudOfGujarat

છોટાઉદેપુર : પાણીબાર ગામમાં એક બુટલેગરને ત્યાં રેડ કરી 97 હજાર ઉપરાંતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતનું પરિણામ : એપ્રિલ માસમાં યોજવામાં આવનાર એકમ કસોટી અંતે રદ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!