Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં આવેલ એકમાત્ર પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ.

Share

કોરોના સંકટના બે વર્ષ બાદ આજથી નર્મદા જિલ્લામાં આવેલ એક માત્ર પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામા ભક્તોએ પંચકોસી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામા નર્મદા પુત્ર સાંવરિયા મહારાજ અને તેમની સાથે ના ભક્તોએ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક પ્રારંભ કર્યો હતો. આ અંગે સૌથી વધુ નર્મદા પરિક્રમા કરવાનો વિક્રમ ધરાવનાર નર્મદા પુત્ર સાવરીયા મહારાજના જણાવ્યા અનુસાર આ પરિક્રમાનો પ્રારંભ 31 માર્ચ 2022 ફાગણ વદ અમાસ થી શરૂથઈ છે અને તેની પૂર્ણાહુતી 30 એપ્રિલ 2022 ચૈત્ર વદ અમાસના રોજ પૂર્ણ થશે.

પરિક્રમાનો પ્રારંભ રામપુરા (રાજપીપળા નર્મદા કિનારો) થી શરૂ થયો છે અને કીડી મકોડી ઘાટ -દન્ડી સ્વામી યોગાનંદ તીર્થાશ્રમ, ઉતરેશ્વર મહાદેવ પૂજન પ્રારંભ સવારે ૪ કલાકે, ધનેશ્વર મહાદેવ,મંગલેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, થઈને સમસ્ત માંગરોલ ગ્રામ દ્વારા પરિક્રમાવાસીઓનું સ્વાગત કરાશે. ત્યાંથી અવધૂત આશ્રમ-તપોવન આશ્રમ, ગોપાલેશ્વર મહાદેવ, રામાનંદ આશ્રમ, સીતારામ બાપા આશ્રમથી વાવડીમાં વાવો રસ્તો છે. ત્યાંથી નાવડીથી તિલકવાડા-મણીનાગેશ્વર -કપિલેશ્વર મહાદેવ, ગ્રામ-વાસન રેંગણ, કામનાથ મહાદેવ મંદિરથી નાવડીમાં બેસીને નર્મદાજી પાર કરવાની રહેશે. ત્યાંથી સીડી મકોડી રસ્તાન-ઘર્મેશ્વર મહાદેવ, ભીમાશંકર મહાદેવ તીર્થ આશ્રમ,પાંડવ ગુફા, રણછોડજી મંદિરે પહોંચશે.પગપાળા પરિક્રમા દરરોજ સવારે 4 વાગ્યાથી શરૂ થશે જ્યારે દરરોજ બપોરે ર કલાકે મોટર કાર દ્વારા પરિક્રમા શરૂ થશે. આ પરિક્રમાના મુખ્ય આયોજક નર્મદાપુત્ર સાવરિયા મહારાજ છે જેઓ વધુમા વધુ લોકો પરિક્રમાં કરે તે માટે ગામે ગામ પત્રિકા વહેંચી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

ચૈત્ર માસમા નર્મદા પરિક્રમાનુ વિશેષ ધાર્મિક મહત્વ છે. ગુજરાતમા એક માત્ર ઉત્તર વાહિની નર્મદા વહે છે, હાલ નર્મદા જિલ્લાના માંગરોલ નર્મદા તટેથી પંચકોષી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થાય છે. આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કી.મીટર પગપાળા પરિક્રમા કરવાનુ ફળ મળે છે અને 71 પેઢીનો મોક્ષ મળે છે. જેના દર્શન માત્ર થઈ પવિત્ર થવાય તેવી એક માત્ર ઉત્તર વાહિની ગુજરાતમા નર્મદા જીલ્લામા આવેલી છે. હાલ ચૈત્ર માસમા દૂર દૂરથી મોટી સંખ્યામા સાધુ સંતો મહંતો, ભક્તો, શ્રધ્ધાળુંઓ, પરિક્રમા વાસીઓ માત્ર એક દિવસીય 21 કી. મીટરની પંચકોષી ઉત્તરવાહિનીની પરિક્રમા કરી રહ્યા છે. સૌથી વધુવાર મોટર માર્ગે 127 વાર, પગપાળા 7 વાર અને ઉત્તર વાહિની 522 વાર નર્મદાની પરિક્રમા કરી ચૂક્નાર અને નર્મદા પુત્ર સાવરીયા મહારાજની આગેવાની હેઠળ અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોને નર્મદા પરિક્રમા કરી કરાવી ચુક્યા છે. જે પણ એક નવો વિક્રમ છે.

Advertisement

સાવરીયા મહારાજના જણાવ્યા અનુસાર નર્મદાની પરિક્રમા રાજા બલીરાજાના વખતથી થતી હતી જે આજે પણ પરંપરાગત ચાલે છે. ગુજરાતમા એક માત્ર ઉત્તર વાહિની આવેલી છે જ્યારે મધ્યપ્રદેશમા 9 ઉત્તર વાહિની આવેલી છે. નાંદોદ તાલુકાના માંગરોલ, રામપુરા, ગુવાર, તિલકવાડા સુધી વિસ્તરેલી 21 કીમીની પરિક્રમા નાવડી માર્ગે તેમજ પગપાળા પરિક્રમા કરે છે. એમ કહેવાય છે કે નર્મદામા અસ્થિઓ પધરાવવાથી અસ્થિ શિવલિંગ બની જાય છે, દરેક મનુષ્યનુ એકવાર નર્મદા પરિક્રમાનુ સ્વપ્ન અવશ્ય હોવાથી હાલ ચૈત્ર માસમા હજારોની સંખ્યામા ભક્તો નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. અહી નર્મદા સ્નાનનુ વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તો નર્મદા સ્નાન કરી, દિવડા તરાવી, નર્મદા પૂજન કરી, નર્મદા અષ્ટકમના પાઠ કરી પરિક્રમાનો પ્રારંભ કરે છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ-મુલદ ટોલ પ્લાઝા નજીક ટેન્કર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા મહીલાનુ મોત-પતિ અને પુત્રને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા..

ProudOfGujarat

પાલેજ-ટંકારીયા-હીગલ્લા રોડ બનાવવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું

ProudOfGujarat

જોખમી રસાયણિક પ્રવાહી ભરેલ ટેન્કર પલટી કરતા નાસભાગ સર્જાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!