Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા જનરલ હોસ્પિટલને આયુર્વેદિક હોસ્પિટલ વડીયા પેલેસ ખાતે ખસેડાઇ.

Share

નર્મદા જિલ્લાની જનતાને આરોગ્યલક્ષી ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા શુભ આશયથી છેલ્લા ચાર દિવસથી જિલ્લા સિવિલ હોસ્પિટલના કેટલાંક વિભાગોને જૂના ભવનમાંથી વડીયા પેલેસ સ્થિત આયુર્વેદિક કોલેજ કેમ્પસમાં ખસેડી શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં ઓપિડી અને ઇમરજન્સીમાં આવતાં દર્દીઓને નવી હોસ્પિટલમાં જ વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે. અત્યાધુનિક તબીબી સુવિધાઓ દર્દીઓને ઉપલબ્ધ કરાવી શકાય તેવા હેતુ સાથે આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે તાત્કાલિક અસરથી શરૂ કરાયેલી હોસ્પિટલને સારો પ્રતિભાવ પણ મળી રહ્યોં છે. જૂની સિવિલ હોસ્પિટલમાં જગ્યા અને અન્ય સાધનોની જે અગવડતા થતી તે બેડની અછત વર્તાઇ રહી હતી તે નવી સિવિલ હોસ્પિટલમાં દૂર થઇ છે. હાલમાં જૂના અને નવા બંન્ને બિલ્ડીંગમાં થઇને કુલ-૩૩૦ બેડની સુવિધા પુરી પાડવા માટે સિવિલ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

વડીયા પેલેસ ખાતે આવેલી મેડીકલ કોલેજ સંલગ્ન (GMERS) હોસ્પિટલના કેમ્પસમાં હાલ શરૂ કરવામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન થિએટર, લેબર રૂમ, ઈમરજન્સી વોર્ડ, પિડીયાટ્રિક વોર્ડ, ICU યુનિટ, લેબોરેટરી સહિતની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે વિવિધ વોર્ડમાં દર્દીઓને દાખલ પણ કરવામાં આવ્યાં છે. સાથે ઓપરેશન થિએટરમાં પણ સફળતા પૂર્વક સર્જરીની શરૂઆત સિવિલના તબીબો દ્વારા કરવામાં આવી રહી છે. આ નવા કેમ્પસમાં દર્દીઓના સગાના વેઇટીંગ રૂમથી લઇને કેન્ટિન સહિતની સુવિધા પણ મળી રહે તે માટેના સઘન પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

આ અંગે માધ્યમો સાથેના સંવાદમાં રાજપીપલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાને આકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યોં ત્યાર પછી જનરલ હોસ્પિટલ રાજપીપલાને ભારત સરકારની સેન્ટ્રલ સ્પોન્સરશિપ અંતર્ગત મેડિકલ કોલેજની મંજૂરી આપવામાં આવી હતી જેને બે વર્ષ પૂર્ણ થતા તેને શરૂ કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેના માટે ઇન્સ્પેક્શનની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે. રાજપીપલાની જૂની જનરલ હોસ્પિટલમાં જગ્યા ઓછી હોવાથી મેડિકલ કોલેજ માટે નિયમ પ્રમાણે જે સગવડો ઊભી કરવાની હોય તે જુના બિલ્ડિંગમાં શક્ય ન હોવાથી તાત્કાલિક અસરથી આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે આયુર્વેદિક હોસ્પિટલ કેમ્પસ વડીયા પેલેસ ખાતે ઓપિડીની કામગીરી શરૂ કરી દેવમાં આવી છે.

Advertisement

વધુમાં તેમણે ઉમેર્યુ કે, આ હોસ્પિટલ હવેથી મેડીકલ કોલેજ GMERS સંલગ્ન અટેચ હોસ્પિટલ તરીકે ઓળખાશે. જૂની હોસ્પિટલમાંથી દાંતના વિભાગ સિવાયની તમામ ઓપીડી નવી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે. અહીંથી ઓપીડીમાં જે કેસ નોંધાય છે તેને અહીં જ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે અને ઓપરેશન થિએટરથી લઈને લેબર રૂમ, બાળકોના વોર્ડ, ઓર્થોપેડિક સહિતની તમામ સુવિધાઓ અહીં શરૂ કરી દેવામાં આવી છે અને ૧૦૮ અથવા સીધા જ આવતા ઇમરજન્સીના કેસો પણ અહીંથી જ હેન્ડલ કરવામાં આવી રહ્યાં છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ જીલ્લા ના આમોદ પાસે આવેલ સમની રોડ પર ટ્રકે મોપેડ સવાર ને અડફેટે લેતા મોપેડ સવાર વ્યક્તિનું મોત નીપજ્યું હતુ.

ProudOfGujarat

શહેરા : નાંદરવા હાઇસ્કુલના આચાર્ય પી.ડી.સોલંકીનો વયનિવૃત સભારંભ યોજાયો.

ProudOfGujarat

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે દિવ્યાંગ બાળકો માટે સમર કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!