Proud of Gujarat
FeaturedGujaratINDIA

યુનોના મહાસચિવ એન્ટોનીયો ગુટેરેસનું એકતાનગર ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું.

Share

ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલા સંયુક્ત રાષ્ટ્ર સંઘના(UNO) મહાસચિવ એન્ટોનીયો ગુટેરેસનું એકતાનગર હેલીપેડ ખાતે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે તા.૨૦ ને ગુરૂવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાની ચરણ વંદના કરશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરનમેન્ટ મિશન લાઈફનું લોન્ચિંગ કરશે. આ કાર્યક્રમમાં મહાસચિવ એન્ટોનીયો ગુટેરેસ સાથે અન્ય ડેલીગેટ્સ પણ ઉપસ્થિત રહેશે. જેઓ આજે એકતાનગર સ્થિતિ હેલિપેડ ખાતે આવી પહોંચતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેઓનું દબદબાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના (UNO) મહાસચિવ એકતાનગર ખાતે આવી પહોંચતા સપ્તધ્વની કલાવૃંદ-સુરત દ્વારા ગરબા અને દાંડિયા રાસ, નવયુવક ગ્રુપ નાની દેવરૂપણ અને નવોદય વિકાસ ટ્રસ્ટ નાની દેવરૂપણ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા આદિવાસી નૃત્યો પ્રસ્તુત કરી સ્વાગત કર્યું હતું. ગુજરાતની વૈશ્વિક ઓળખ ધરાવતા ગરબા અને દાંડિયા રાસ નિહાળી ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સામાન નૃત્ય નિહાળીને સંયુક્ત રાષ્ટ્ર સંઘના (UNO) મહાસચિવ અત્યંત પ્રભાવિત થયા હતા.

દીપક જગતાપ, રાજપીપળા

Advertisement

Share

Related posts

ભરૂચ : 2 બોલેરો પિક અપ ગાડીમાંથી રૂ. 11,91,600 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી નબીપુર પોલીસ.

ProudOfGujarat

છોટાઉદેપુર : પ્રોહીબિશનનાં ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

ઝઘડીયાના ઉમલ્લા ખાતે ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!