Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયું મહિલા સંમેલન

Share

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રાજપીપલાના ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે મહિલા સંમેલન યોજાયું હતું. જિલ્લા પંચાયતના સભ્ય તથા જિલ્લા મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ શ્રદ્ધાબેન બારિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ સંમેલનમાં મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અને સરકાર દ્વારા ચાલતી મહિલાલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી પુરી પડાઈ હતી.

પ્રાસંગિક ઉદબોધનમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષા શ્રદ્ધાબેન બારિયાએ જણાવ્યું કે, ભારત દેશમાં અનાદિકાળથી વેદ-ઉપનિષદોમાં નારીને સન્માન આપી પુરૂષ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. તેના અનેક પુરાવા પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારે આધુનિક યુગમાં નારી પોતાના હક્ક – અધિકારો વિશે જાણી શકે અને સ્વમાનભેર જીવી શકે તેવા શુભ આશય સાથે આ નારી સંમેલન યોજાયું છે. મહિલાઓને સશક્ત બનાવવા માટે દરેક સમાજની મહત્વની ભૂમિકા રહેલી છે. મહિલાઓના ઉત્થાન માટે એક સ્વસ્થ પરિવારની જરૂર હોય છે. જે મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે મહત્વનું પરિબળ છે.

વધુમાં તેઓએ ઉમેર્યું કે, દેશ અને રાજ્યની સરકારો બાળકો અને મહિલાઓના ઉત્થાન માટે અનેક કાર્યો કરી રહી છે. આજની મહિલાઓ સ્વમાનભેર જીવી પોતાની જવાબદારીઓ વહન કરી રહી છે. બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની વિવિધ યોજનાઓ એટલે કે બાળકીના જન્મથી લઈને મહિલાના મૃત્યુ સુધીની અનેકવિધ યોજનાઓ અમલમાં છે. કારણ કે મહિલા એક પરિવારને ઘર બનાવે છે, પરિવારથી સમાજ બને છે. સમાજ થકી દેશને સમૃદ્ધિના શિખર સુધી લઈ જવા માટે મહિલાઓનું અમૂલ્ય યોગદાન રહેલું છે. મહિલા પોતાના જીવન દરમિયાન દીકરી, બહેન, પત્ની, માતા, સાસુ, દાદી સહિતની વિવિધ ભૂમિકા ઈમાનદારીથી અદા કરે છે.

Advertisement

શ્રદ્ધાબેન બારિયાએ વધુમાં જણાવ્યું કે, શિક્ષણની સાથે સાથે પોષણની પણ વાત કરીએ તો, નર્મદા જિલ્લામાં કુપોષણને નાથવા માટે અનેક પ્રયાયો થઈ રહ્યા છે. અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જિલ્લા વહીવટી તંત્ર સાથે જોડાઈને કામગીરી કરી રહી છે. માત્ર વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ જ નહીં પણ સૌ જિલ્લાવાસીઓ આ અભિયાનમાં સહભાગી બની જિલ્લાને કુપોષણ મુક્ત બનાવીવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તેવી અપીલ પણ તેઓએ કરી હતી.

આ સંમેલનમાં નાયબ પોલીસ અધિક્ષક એકતાનગરના વાણી દૂધાતસહિત સરકારના વિવિધ વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ-કર્મચારીઓએ ઉપસ્થિત રહી સરકારની વિવિધ યોજનાઓ અને તેના કાયદાઓ વિશે વિસ્તૃતમાં માહિતી પુરી પાડી હતી. સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ ઉપસ્થિત રહી હતી.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરાની નવરચના સ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ.

ProudOfGujarat

નડિયાદની વિધિ જાદવે દેશના શહીદ જવાનોના ૧૬૦ થી વધુ પરિવારોની મુલાકાત લીધી.

ProudOfGujarat

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભારે વરસાદ બાદ સૌરાષ્ટ્રમાં કર્યું હવાઈ નિરીક્ષણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!