Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : વસંતના આગમન ટાણે નર્મદામાં ચારે બાજુએ હાલ કેસુડા પૂરબહારમાં ખીલી ઉઠયા

Share

વસંતના આગમન ટાણે ટાણે ચારે બાજુએ હાલ કેસુડા પૂરબહારમાં ખીલી ઉઠયા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમા નર્મદાના જંગલ વિસ્તારમા નર્મદા અને છોટાઉદેપુર જંગલ વિસ્તારમા કેસુડાના ફૂલો પૂર બહારમા ખીલી ઊઠ્યા છે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ પર રોડની આજુબાજુ પુષ્કળ કેસુડા ખીલ્યા છે. પ્રવાસીઓ માટે કેસુડાનો ફૂલોનું સૌંદર્ય અદભુત અને આકર્ષણરૂપ છે. વસંત પંચમી ટાણે પ્રવાસીઓનું આગમન થયું છે છે ત્યારે કેસુડાના ફૂલો પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બન્યા છે. હાલ અત્યારે કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ વિસ્તારમાં તેમજ એકતા નર્સરીથી કેક્ટ્સ ગાર્ડનથી માંડીને ઝરવાણી, ખલવાણી સુધી રસ્તાની આજુબાજુ ચારેબાજુ પુર બહારમાં કેસુડા ખીલ્યા છે. તો બીજી બાજુ નર્મદા ડેમ તરફથી કેનાલ ઝીરો સુધીના રસ્તે પણ કેસુડાનું સૌંદર્ય પૂરબહારમા ખીલી ઉઠ્યું છે.

વસંત પંચમી ટાણે વાતાવરણમાં પલટો આવી ગયો છે. ઠંડીનું પ્રમાણ ઘટવા માંડે છે અને થોડી ગરમી ઠંડીના મિશ્ર આહલાદક ખુશનુમા વાતાવરણ વચ્ચે શરૂ થતી નવી વસંત ઋતુનો પ્રારંભ થતાં નવી ચેતનાઓનો સંચાર થયો છે. હજી શિયાળાની ઠંડીનો માહોલ જામી રહ્યો છે, નર્મદામાં વસંતટાણે ફેર કેસુડા ખીલી ઊઠયા છે. જોકે વસંતના વધામણા લેતા કેસુડા નર્મદાની સાતપુડાની ગિરિમાળા વચ્ચે વિંધ્યાચલની ગિરીમાળાની શોભા બન્યા છે. ઋતુ પરિવર્તનના સંકેત આપતા ફાગણના લાલચટક કેસરી કેસુડાના ફુલ નર્મદાના જંગલ, વન વગડામાં પૂરમાં ખીલી ઊઠેલા જોવા મળી રહ્યા છે. આમતો કેસુડો વસંત ઋતુ નો પર્યાય ગણાય છે, કેસુડા જ્યારે ખીલે રે ત્યારે કેસરી ફૂલ જંગલની શોભા બની જાય છે.

કેસુડાના ફુલની સૌંદર્યની દ્રષ્ટિએ, અને આરોગ્યની દ્રષ્ટિએ તેનું ખૂબ મહત્ત્વ છે કેસુડાના નિર્દોષ રંગોની હોળી લોકપ્રિય ગણાય છે હોળી રમવા માટે કેસુડાનો પ્રાકૃતિક રંગ તરીકે તેનો ભરપૂર ઉપયોગ થાય છે. કેસુડાના ઉકાળેલા ગરમ પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો પણ મળતા હોવાનું આયુર્વેદિક પણ કહે છે. રાજપીપળા આદિવાસી અગ્રણી ડો શાંતિ કરવા જણાવે છે કે જ્યારે કેસુડા નર્મદાના જંગલમાં પૂરબહારમાં ખીલી ઉઠે છે ત્યારે કેસુડા રંગનું ઘરેણું બની જાય છે. કે સૂર્ય વસંતઋતુનું પ્રતીક ગણાય છે હોળી નજીક આવે ત્યારે કેસુડાના લોકપ્રિય પ્રચલિત બની જાય છે. નર્મદાના આયુર્વેદિક અધિકારી ડો. નેહા પરમાર જણાવે છે કે કુદરતી રીતે વસંત પૂરબહારમાં ખીલી ઊઠેલા કેસુડાનો આયુર્વેદિક ઔષધીઓ બનાવવામાં ખાસ ઉપયોગ થાય છે. કેસુડાના ઝાડના લાકડાનો ઉપયોગ કોલસા બનાવવામાં ગુંદર બનાવવામાં પણ થાય છે તેમજ કેસૂડાના વૃક્ષોના કુમળા મૂળમાંથી નીકળતા ચોક્કસ પ્રકારના રેસમાંથી દોરડા અને દેશી ચંપલ બને છે. તેના પાંદડા ખાતર તરીકે વપરાય છે, તેના પાનમાંથી પાતળા પણ સરસ બને છે તેના ફૂલોને ઉઘાડીને તેમાંથી કુદરતી પીળો રંગ બને છે. કેસૂડાનાં ખાખરાના પાન તરીકે ઓળખાય છે તેનો મૂળમાંથી આંખની દવા બને છે.

Advertisement

કેસુડાના અનેક ઉપયોગો છે જેમકે વૃક્ષ કાળી માટીમાં સારી રીતે વૃદ્ધિ પામે છે. ખારાશવાળી માટી તેને અનુકૂળ છે. તેમાંથી નીકળતો ગુંદર ઔષધિ તરીકે તેમ જ ચામડું રંગવામાં તથા કમાવવામાં ઉપયોગી છે. તેનાં કુમળાં મૂળમાંથી એક જાતના રેસા નીકળે છે, જેનાં દોરડાં અને દેશી ચંપલ બને છે. અંદરની છાલમાંથી નીકળતા રેસાનાં દોરડાં અને કાગળ બને છે. તેનાં પાનનાં પતરાળાં બનાવાય છે. ખાતર તરીકે તેનાં પાન ઘણાં સારાં છે. તેનાં બિયામાંથી સ્વચ્છ તેલ નીકળે છે. તેનાં ફૂલ ઉકાળી તેમાં ફટકડી નાંખવાથી સુંદર પીળો રંગ થાય છે. દેખાવમાં સાગને મળતું તેનું લાકડું બાંધકામમાં ઉપયોગી છે. બંદૂકનો દારૂ અને કોલસા બનાવવામાં તે કામ આવે છે. બે વર્ષના કુમળાં વૃક્ષનાં મૂળ કેટલાક ગરીબ લોકો શેકીને ખાય છે, પણ મૂળ કાચાં ખવાય તો ચકરી આવે.

કેસૂડાના ફૂલથી બાળકને સ્નાન કરાવવામાં આવે છે. નવજાત બાળક માટે શ્રેષ્ઠ ઔષધ છે. કેસૂડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી બાળકને સ્નાન કરાવવાથી ઓરી અછબડા લૂ અને ગરમીના રોગથી રક્ષણ મળે છે. કેસૂડાના ફૂલનો રસ શરીરમાં એસિડનો પ્રકોપ ઘટાડે છે. તરસ છીપાવે છે અને લોહી તથા પેશાબને શુદ્ઘ કરે છે. આથી જે લોકોને ઉનાળામાં પેશાબમાં બળતરા થતી હોય, દુખાવો થતો હોય તેમને ચોક્કસથી કેસૂડાનું પાણી પીવાથી લાભ થાય છે. પથરીના રોગ માટે કેસૂડાના ફુલના ફૂલ  ફાયદાકારક છે.  આ ફૂલને ઉકાળીને આ પાણી પીવાથી પથરી તૂટી જાય છે અને મૂત્ર માર્ગે નીકળી જાય છે. ઉનાળામાં ઘણા લોકોને નસકોરી ફૂટવાની સમસ્યા થતી નથી.  આખી રાતે કેસૂડાના પાંચ-સાત ફૂલ પલાળીને રાખો. સવારે તેને ગાળીને તેમાં થોડી સાકર ઉમેરીને દર્દીને આપો. આમ કરવાથી નસકોરીની સમસ્યામાંથી છૂટકારો મળે છે. 

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

અંકલેશ્વર : મીરા માધવ સોસાયટીથી ESIC હોસ્પિટલ સુધીનો મુખ્ય માર્ગ બનાવવા માટે ચીફ ઓફિસરને રજૂઆત કરાઇ.

ProudOfGujarat

ભરૂચમાં સગીરા સહિત બે બહેનો સાથે ચપ્પુની અણીએ દુષ્કૃત્યનો પ્રયાસ ભરૂચ,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!