Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા નાગરિક સહકારી બેંકના બોર્ડ ઑફ ડિરેક્ટરની ચૂંટણીમાં હિતરક્ષક પેનલ વિજેતા થઈ.

Share

રાજપીપલા નાગરિક સહકારી બેંકના 11 બોર્ડ ઑફ ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ ૩૧૫૯ નું મતદાન થયેલ હતુ. તા ૨૦-૦૨-
૨૦૨૩ ના રોજ મત ગણતરી કરતા તે મુજબ નીચે જણાવ્યા પ્રમાણે પરિણામ જાહેર થયેલ હતુ. જેમાં હીત રક્ષક પેનલના તમામ 11 ઉમેદવારોએ આ ચૂંટણી જીતી લીધી હતી. જયારે સામી પેનલના તમામ સાત ઉમેદવારો હાર્યા હતા.

રાજપીપલા નાગરીક સહકારી બેન્કના મેનેજર ભરતકુમાર પંડ્યાના જણાવ્યા અનુસાર જાહેર થયેલ પરિણામમાં વિજેતા ઉમેદવારોને નીચે મુજબ મત મળ્યાં હતા. જેમાં સૌ પ્રથમ પરિણામ એસ.સી., એસ્ટી અનામત ઉમેદવારનુ જાહેર થયું હતું. જેમાં પહેલી વાર ઉભા રહેલામાં ડો. નૈશધભાઇ વસંતભાઇ પરમારને મત 1522 મત મળતાં તેઓ વિજેતા થયાં હતા. એસ.સી./એસ.ટી અનામત ઉમેદવાર માટે થયેલ મતદાનમાં માન્ય મત 3014,રદ થયેલ મત:139,ગુમ થયેલ મત:6 ટોટલ થયેલ વોટીંગ:3159થયું હતું.

જયારે મહીલા અનામત ઉમેદવારોમાં બન્ને ગત વખતે ચૂંટાયેલા પૂર્વ ડિરેક્ટરો જીજ્ઞાશાબેન રાજેન્દ્રભાઇ પટેલને 1974 મત અને કલ્પનાબેન કૌશીકુમાર કા. પટેલને 1700 મત મળતાં ચૂંટાયા હતા. મહીલા અનામત ઉમેદવારમાં માન્ય મત:2937,રદ થયેલ મત:219,ગુમ થયેલ મત:3 ટોટલ થયેલ વોટીંગ: 3159 થયું હતું.

Advertisement

જયારે સામાન્ય કેટેગરીના આઠ ઉમેદવારોમાં નિખીલભાઇ નટવરલાલ મહેતા(2443), ડો. સમીરકુમાર નયનકુમાર મહેતા(2366), ગાંધી તેજશકુમાર હરનીશકાંત(2223),મનહરભાઈ કંચનાભાઇ માલી (2154),અમીતકુમાર રશ્મીકાંત ગાંધી (2038), હરીશકુમાર મણીલાલ ગાંધી(1967), ધર્મેશકુમાર અશોકુમાર પંડયા(1851), પદમકાંત ઓચ્છવલાલ કાછીયા(1841) મત મળતાં ચૂંટાયા હતા જ્યારે સામાન્ય ઉમેદવાર માટે થયેલ મતદાનમાં માન્ય મત:2772,રદ થયેલ મત:387ટોટલ થયેલ વોટીંગ:3159 થયું હતું.

જયારે હારેલાં ઉમેદવારોમાં વિરસીંગભાઇ જેસીંગભાઈ તડવી(1492), મહીલા અનામત ઉમેદવારમાં જયોતીબેન શનાભાઈ સથવારા(899) વૈભવીબેન ગૌરાગકુમાર શાહ(1301)મત મળ્યાં હતા.જયારે સામાન્ય કેટેગરીમાંકીરણકુમાર નરેશચંદ્ર પંડયા(1027) પંકીલકુમાર અરવિંદભાઇ પટેલ (1474), પંક્જકુમાર કાંતીલાલ વ્યાસ(1581), વિકમકુમાર મહેન્દ્રકાંત મલાવીયા(1211)મળતાં આ તમામ ઉમેદવારોનો પરાજ્ય થયો હતો. આ ચૂંટણીમાં સૌથી વધુ મત ડૉ. નિખિલમહેતાને (2443)મત મળ્યાં હતા. જયારે સૌથી ઓછા મત મહિલાં વિભાગમાં જ્યોતિ બેન સથવારાને (899)મત મળ્યાં હતા.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરા જિલ્લા ના પોર થી માત્ર એક કિલોમીટર ના અંતરે આવેલ અણખી ગામ માં દારૂ ઝડપાયો હતો. તે મામલો વરનામાં પોલીસ ને મળી મોટી સફળતા એક પછી એક બુટલેગર નામો પોલીસ તપાસ માં બહાર આવ્યા છે…..

ProudOfGujarat

રાજકોટમાં નશા માટે ઉપયોગમાં લેવાતી 23 લાખની કોડીનયુક્ત કફ-સિરપ કબ્જે કરાઇ

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે બંધ કન્ટેનરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને લઈ જતા બે બુટલેગરોને શહેર પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!