Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ધારીખેડા ખાતે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરાઈ

Share

ભરુચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ધારીખેડા ખાતે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરાઈ છે. આ કસ્ટોડિયન કમિટીમા ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ,વાઈસ ચેરમેન અજયસિંહ પરમાર, કમલેશભાઈ પટેલ, પૂર્વ વનમંત્રી શબ્દ શરણ તડવી અને ચતુરભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા સુગરની ચૂંટણી અગાઉ યોજાઈ ચુકી હતી. પરંતુ કોર્ટમેટર ચાલી રહ્યું હોઈ નર્મદા સુગરનો વહીવટ વ્યવસ્થિત રીતે ચાલી શકે તે માટે સરકારે પાંચ સભ્યોની કસ્ટોડિયન કમિટી નીમી છે. જે નર્મદા સુગરનો વહીવટ સંભાળશે. નર્મદા સુગરના ડિરેક્ટર સહીત સભાસદોએ નવા વરાયેલા કમિટી સદસ્યોને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરતના વરાછા બી ઝોનમાં ગેરકાયદે બેનર અને હોર્ડિંગ દૂર કરવાની કામગીરી કરાઇ

ProudOfGujarat

સુરત : બેન્કના કર્મચારીઓ પગાર વધારા સહિતની માંગણીઓને લીધે 3 દિવસ હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ હજીરા દ્વારા હાંસોટના રોહીડ ગામ ખાતે ઓઈલ પાઇપ લાઇનમાં ભંગાણમાં આગની મોકડ્રીલ હાથ ધરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!