Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરેલીનાં સાવરકુંડલાના મણીનગર વિસ્તારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

Share

અમરેલી જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા જ આગની ઘટનાઓ ફરી વધી રહી છે. આજે સાવરકુંડલા શહેરમાં આવેલ ભરચક વિસ્તાર મણીનગરમાં આવેલા ભંગારના ડેલામાં જૂના બાઈકના સ્ક્રેપમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયરબ્રિગેડે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

સાવરકુંડલાના મણીનગર પાસે આવેલા ભંગારના ડેલામાં જૂના બાઈકનો ભંગાર રાખવામાં આવે છે. જેમાં આજે સવારના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં ધ્રુવ સોલંકી એ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

ProudOfGujarat

આઇ.સી.આઇ.સી.આઇ લોમ્બાર્ડએ Azure AI અને Azure Speech સર્વિસીસ સાથેની ગ્રાહકોના જોડાણને નવવ્યાખ્યાયિત કરે છે.

ProudOfGujarat

ભરૂચ:RTE હેઠળ પ્રવેશ લીધેલ બાળકોને નાપાસ કરાતા વાલીઓની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરાઈ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!