Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં રાજસ્થાનથી માર્બલની આડમાં ટ્રકમાં લઈ જવાતો દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો

Share

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વડોદરા નજીક આજોડ ગામની સીમમાં ટોલ પ્લાઝા પાસે જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે એક ટ્રકને રોકી તપાસ કરતા ટ્રકમાં માર્બલ નીચે છુપાવેલો દારૂ અને બિયરનો જથ્થો મળ્યો હતો. પોલીસે માર્બલ દારૂ બિયરનો જથ્થો અને ટ્રક તેમજ બે મોબાઈલ મળી 16.51 લાખનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના ડ્રાઇવર દેવનાથ કેસુનાથ યોગી અને ક્લીનર રામસિંહ જાલમસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો નાથદ્વારા ઉદયપુર હાઇવે પરની એક હોટલ પાસેથી ભરાવીને આ ટ્રક લઈને દુમાદ ચોકડી પાસે આવ્યા બાદ હરીસિંગ રાજપૂત નામના શખ્સને ફોન કરવાનો હતો પરંતુ તે પહેલા ટ્રક ઝડપાઇ ગઈ હતી.

Advertisement

Share

Related posts

લીંબડી નગર પાલીકાનો કંસારા બજારના દેસાઇપરા વિસ્તારની મહિલાઓએ કર્યો ઘેરાવો

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં ૯૦ જેટલા ૧૦૮ ઇમર્જન્સીના કર્મચારીઓ દિવાળી નિમિત્તે સેવામાં રહેશે.

ProudOfGujarat

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!