Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જીલ્લાની સ્ટોન ક્રશર (ક્વોરીઓ) ના મશીનમાંથી કિંમતી પીતળ ધાતુની ટોગલ પીન તથા હાફ શીટની ચોરીઓ કરતી ગેંગ ઝડપાઈ

Share

નર્મદા જીલ્લામાં આવેલ સ્ટોન ક્રશર (ક્વોરીઓ) ના મશીનમાંથી કિંમતી પીતળ ધાતુની ટોગલ પીન તથા હાફ શીટની ચોરીઓ કરતી ગેંગના કુલ-૬ ઇસમોને કુલ કિ.રૂ. ૯,૦૬,૧૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી નર્મદા જીલ્લાની-૫ તથા ગોધરા જીલ્લાની-૧ તથા અરવલ્લી જીલ્લાની-૧ ભરૂચ જીલ્લાની-૧ એમ કુલ-૮ અનડીટેક્ટ ગુના એલ.સી.બી. નર્મદા પોલીસે ડીટેક્ટ કરેલ છે.

પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક,નર્મદાનીસુચનાને પગલે જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાએ આ ગુનાઓની સમાંતર તપાસ દરમ્યાન એલ.સી.બીની અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા તથા ટેક્નીકલ સર્વેલન્સ આધારે એલ.સી.બી. ટીમને એક શંકાસ્પદ ઇકો ગાડી નં. જી.જે.-૨૨-પી-૧૧૬૧ ટ્રેસ કરવામાં આવેલ. જે ઇકો ગાડીના માલીકી બાબતે પોકેટ કોપ તથા ઇ-ગુજકોપમાં સર્ચ કરતાં ઇકો ગાડી માલીક અશ્વિન મણીલાલ વસાવા રહે. વાડવા તા.ડેડીયાપાડાની હોવાનું જણાઇ આવેલ.

Advertisement

જે બાતમી આધારે ઇકો ગાડીઓનો પીછો કરી કોયલીવાવ પાસે બંન્ને ઇક્કો ગાડીઓને આંતરીને કોર્ડન કરી બન્ને ઇક્કો ગાડીના રજીસ્ટ્રેશન નંબર જોતા જી.જે.-૨૨-પી-૧૧૬૧ તથાજી.જે.-૧૯-બીએ-૨૫૯૫ જણાઇ આવેલ અને સદર ઇક્કો ગાડીની ઝડતી તપાસ કરતાં તેમાં પીતળની નાની મોટી સાઇઝના વજનદાર રોડ જેવા તથા કાળા કોપરના વાયરનો ગુચડો તથા એલ.ઇ.ડી. હેલોઝન લાઇટ મળી આવેલ. જે શંકાસ્પદ મુદ્દામાલ બાબતે ઇક્કો ગાડીમાં બેસેલ (૧) અશ્વિન મણીલાલ વસાવા રહે. વાડવા તા.ડેડીયાપાડા જી.નર્મદા. (૨) હરીસીંગ છીડીયાભાઇ વસાવા રહે. અલમાવાડી તા.ડેડીયાપાડા જી.નર્મદા. (3) સંતોષ શંકરભાઇ વસાવા રહે.ચુલી તા.ડેડીયાપાડા જી.નર્મદા. (૪) દિપ્તેશ શકુભાઇ વસાવા રહે. નવાગામ (પાનુડા) તા.ડેડીયાપાડા
જી.નર્મદા. (૫) રાયસીંગ રામુભાઇ વસાવા રહે. વાડી ફળીયુ, વાડી તા.ઉમરપાડા જી.સુરત (૬) ગુરજી ગંભીરભાઇ વસાવા રહે. ખૈડીપાડા તા.ડેડીયાપાડા જી.નર્મદાનાની પુછપરછ કરતાં સદર મુદ્દામાલ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાઇ આવતા ગુનાના કામે વપરાયેલ વાહન તથા ચોરી અથવા છળકપટથી મેળવેલ તાંબાની ધાતુને સી.આર.પી.સી.-૧૦૨ મુજબ કબજે કરેલ તેમજ સદર તમામ કુલ-૬ ઇસમોને સી.આર.પી.સી.-૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની વધુ તપાસ અર્થે તિલકવાડા પો સ્ટેને સોંપવામાં આવેલ છે.


Share

Related posts

26 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદની કર્ણાવતી ક્લબમાં ગરબો ગોળ ફર્યો!

ProudOfGujarat

ભરૂચની વેલ્ફેર હાઇસ્કુલમાં મુન્નવર જમા દ્વારા 40 દિવસનાં પર્સનાલિટી કોર્ષમાં 600 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ProudOfGujarat

ભરૂચના વરેડીયા ગામમાં એક ઘરમાંથી ઇન્ડિયન સ્પેકટકેલ કોબ્રાને રેસ્કયુ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!