Proud of Gujarat
FeaturedGujaratINDIA

બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે ખોડલધામની માનવતાભરી કામગીરી

Share

બિપોરજોય વાવાઝોડાના ખતરાના મુખ્ય કેન્દ્રમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓ છે, વહીવટી તંત્ર દ્વારા પણ અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, ત્યારે રાજ્યના આવા કપળા સમયમાં ખોડલધામ ટ્રસ્ટ હંમેશા અગ્રેસર રહ્યું છે અને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા વાવાઝોડાના ખતરા વચ્ચે માનવતાભરી કામગીરી સામે આવી છે.

ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો દ્વારા યુદ્ધના ધોરણે ૧૫ હજારથી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે, વહીવટીતંત્ર સાથે સંકલન સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂટ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, સૌરાષ્ટ્ર અને કચ્છના આઠ જિલ્લામાં ખોડલધામ સમિતિ દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરાયા છે, વાવાઝોડાનો ખતરો રાજ્યના વિવિધ જિલ્લામાં વર્તાઈ રહ્યો છે ત્યારે હર હંમેશા આપત્તિ સમયે નાત જાત ભૂલી છેવડાના માનવી સુધી મદદ પહોંચાડવા માટે ખડે પગે રહેતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ આપત્તિની પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા છે, જે જિલ્લાઓમાં વાવાઝોડાની અસર થવાની છે તે જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે ફુડ પેકેટ તૈયાર કરી પહોંચાડવાની કામગીરી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા કરવામાં આવી છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલ રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે પ્રથમ તબક્કામાં કુલ ૧૫ હજાર ફૂટ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને આ ફૂડ પેકેટ વહીવટી તંત્રના જણાવ્યા પ્રમાણે જે જગ્યાએ જરૂરિયાત છે ત્યાં પહોંચતા કરવામાં આવી રહ્યા છે અને વધુ એક લાખ ફૂડ પેકેટ બને તેટલું મટીરીયલ એકઠું કરી દેવામાં આવ્યું છે, વહીવટી તંત્ર જે પ્રમાણે સૂચના આપશે તે પ્રમાણે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચતા કરવામાં આવશે.

રાજકોટ ખાતે ફૂડ પેકેટ તૈયાર કરવા માટે આજે ૧૫૦ થી વધુ સ્વયંસેવકોએ રાત દિવસ કામગીરી કરી રહ્યા છે, તૈયાર કરેલા ફૂટ પેકેટને વ્યવસ્થિત રીતે પેક કરી વહીવટી તંત્ર સાથે સંકલન કરી વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવી રહ્યા છે, અત્રે ઉલ્લેખનીય છે કે બિપોરજોય વાવાઝોડાના કારણે દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈને અને સરકારના નિયમ અનુસાર આગામી તારીખ ૧૪ અને ૧૫ જૂનના રોજ શ્રી ખોડલધામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે, ત્યારબાદ સરકારની સૂચના મુજબ મંદિર રાબેતા મુજબ ચાલુ થશે જેની સર્વ દર્શનાર્થીઓએ નોંધ લેવા જણાવાયું છે. વાવાઝોડાના લઈ ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, મોરબી અને રાજકોટ જિલ્લામાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય આ જિલ્લામાં પણ લોકોને મદદરૂપ થવાના હેતુથી શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે અને જરૂરિયાતમંદ લોકોને બનતી મદદ પહોંચાડવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

હાલમાં જ દિવાળીની દેશભરમાં ઉજવણી થઈ ગઈ મહિલાઓ દ્વારા પોતાના ઘરના આંગણામાં રંગોળી ચિત્રો બનાવી આકર્ષણનું કેન્દ્ર બની હતી .

ProudOfGujarat

ભરૂચ : કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જિલ્લા આયુર્વેદિક શાખા અને અંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળનાં સંયુકત ઉપક્રમે આર્યુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

પંચમહાલમાં બોર્ડની ઉત્તરવહી તપાસણી શરૂ કરવામાં આવતાં કોરોનાને લઇને સેન્ટરોને પણ સેનેટાઇઝ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!