Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં એકતાનગરના વિવિધ મહત્વના સ્થળોની સુરક્ષાને ધ્યાને લઈ સફળ મોકડ્રીલ યોજાઈ

Share

આઝાદીના અમૃત મહોત્સવ અવસરે ભારત દેશ જી-૨૦ ની પ્રમુખ આગેવાની કરી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં આગામી સમયમાં એકતાનગર ખાતે જી-૨૦ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઈ પ્રવાસીની સલામતી તથા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીના ભાગરૂપે જિલ્લા કલેકટરઅને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્વેતા તેવતિયાના પ્રેરક માર્ગદર્શન અને રાહબરી હેઠળ તથા CEO ની નિગરાની તળે ગઇકાલે તા.૦૩ જી જુલાઈને સોમવારના રોજ સવારે એકતાનગર (કેવડીયા) ખાતે વિવિધ સ્થળોએ સફળ મોકડ્રીલ યોજાઈ હતી. અને દિલધડક ઓપરેશન ચેતક કમાન્ડો દ્વારા કરવામાં આવ્યું હતું.

વિશ્વના પ્રવાસનના નકશામાં અંકિત થયેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના અન્ય સ્થળો ફૂડકોર્ટ, સરદાર સરોવર નર્મદા બંધ, ધ ફર્ન હોટલ, ટેન્ટ સિટી ૦૧-૦૨, એકતા મોલ ખાતે આતંકી હૂમલો થતાં અનેક પ્રવાસીઓને આતંકીઓએ બાનમાં લીધા હતા. ચાર જેટલા સશસ્ત્ર આતંકીઓ આ તમામ સ્થળોએ ઘુસી પ્રવાસીઓને બાનમાં લેવા અંગેના સમાચાર ઈમર્જન્સી રિસ્પોન્ડ ટીમ અને જિલ્લા વહીવટી મળતા જ તંત્રએ સતર્ક થઈને વિવિધ ફોર્સને ઓપરેશનના ભાગેરૂપે એક્ટિવ કરી આતંકી હુમલાના સ્થળે પોલીસ ખડકી દઈ કોર્ડન કર્યુ હતુ. આતંકી હુમલાની જાણ થતાં જ સૌ પ્રથમ તે તરફ જતા રસ્તાઓને વાહન વ્યવહાર માટે સલામતી-સુરક્ષા માટે બંધ કરી સ્થાનિક પોલીસ દ્વારા સ્થિતિ નિયંત્રણમાં કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસ અને એસઓજીની ટીમોએ આતંકી હુમલાવાળી જગ્યાઓને કોર્ડન કરી ઘેરો બનાવી આતંકવાદીઓ સામે પડકાર ફેંક્યો હતો.

આતંકી હુમલાની ઘટનાને ધ્યાને લઈ તેની ગંભીરતા જાણી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ અને ઈમર્જન્સી રિસ્પોન્ડ ટીમની મદદ લઈ હુમલાની ઘટનામાં ઓપરેશન માટે ગાંધીનગરથી ચેતક કમાન્ડોની ટીમની જરૂરિયાત જણાતા તેની માંગણી કરી હતી. ચેતક કમાન્ડોની ટીમ એકતાનગર ખાતે તાત્કાલિક આવી પહોંચતા ડિઝાસ્ટર રિસ્પોન્ડીંગ ઓફિસર દ્વારા હુમલાની ઘટના અંગે નકશાના માધ્યમથી સ્થળ સ્થિતિથી કોમ્યુનિકેશન દ્વારાવાકેફ કરતા ચેતક કમાન્ડોની ટીમો દ્વારા તાબડતોડ કુનેહ પૂર્વક તમામ સ્થળોએ ઓપરેશન પાર પાડી આતંકીઓને ઠાર કર્યા હતા. તો કેટલાંકને જીવિત પકડી લેવામાં સફળ રહ્યાં હતા. બિલ્ડીંગ અને અન્ય પ્રવાસન સ્થળોએ ફસાયેલા બંધક લોકોને આતંકીઓના કબજામાંથી મુક્ત કરાવ્યા હતા.

બુલેટપ્રુફ, સુરક્ષા બોર્ડ, નાઈટ વિઝન કેમેરા, MP-5 ગ્લોક પિસ્ટલ, એસ.આઈ.જી., એ.કે.૪૭ જેવા હથિયારોથી સજ્જ કમાન્ડો બ્લેક ડ્રેસકોડમાં કોર્ડનીંગ અને સર્ચ ઓપરેશન રજે રજનું ખૂણે ખાચરે કર્યુ હતુ. આ સમગ્ર ઓપરેશન દરમિયાન વિવિધ સ્થળોએ નર્મદા જિલ્લા લોકલ પોલીસ, સીઆઈએસએફ, એસઆરપીએફ, એસઓજીની ટીમ, ડોગ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સ ટીમ દ્વારા સારવાર અંગે જરૂરી પ્રક્રિયા હાથ ધરી હતી. તેમની જરૂરિયાત મુજબની ફરજો અદા કરી સમગ્ર મોકડ્રીલમાં સફળતા પૂર્વક સહયોગ પૂરો પાડ્યો હતો.

આ દુર્ઘટનાના મોકડ્રીલના સફળ ઓપરેશન બાદ નાયબ પોલીસ અધિક્ષક વાણી દૂધાતના અધ્યક્ષપદે ડી-બ્રિફિંગ બેઠક યોજાઈ હતી. જેમાં CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભયસિંગ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક (SOU-સલામતી)ના મયુરસિંહ રાજપૂત, ચેતક કમાન્ડોના પી.આઈ. એન.બી. બારોટ વગેરે તરફથી આ બેઠકમાં ઓપરેશન દરમિયાન સલામતી અંગે ધ્યાને આવેલા મુદ્દાઓ અને રજૂ થયેલા તારણો અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરાઈ હતી.

ડિ-બ્રિફીંગ બેઠક બાદ માહિતી વિભાગની ફરજ પરની ટુકડી સાથેના સંવાદમાં વાણી દૂધાતે જણાવ્યું હતું કે, એકતાનગર ખાતે સરદાર સરોવર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા મહત્વના સંવેદનશીલ સ્થળો આવેલા છે.ત્યાં લાખોની સંખ્યામાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. તેની સુરક્ષા ચકાસણીના ભાગરૂપે તથા આગામી સમયમાં જી-20ની બેઠકનું કેવડિયા ખાતે યોજાનાર છે તેના ભાગ સ્વરૂપે આ તમામ મહત્વના સ્થળોએ મોકડ્રીલનું આયોજન કર્યું હતું. મોકડ્રીલમાં વિવિધ કસરતો જેવીકે બિલ્ડીંગ એન્ટરવેશન, ચેકપોસ્ટ, બોમ્બ બ્લાસ્ટ જેવી પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખીને યોજાઈ હતી. આ મોકડ્રીલમાં જિલ્લા પોલીસ, એસઆરપી, CISF, ડોગ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, સિવિલ ડિપાર્ટમેન્ટ સહિત સંબંધિત વિભાગની ટીમોએ સમયવર્તે સાવધાનીથી ભાગ લીધો હતો. સફળતા પૂર્વક આ મોકડ્રીલ યોજાઈ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં સાડા ત્રણ વર્ષીય બાળક મોં.સફફાન મોં.ગુફરાન એ રોઝો રાખી ખુદાની બંદગીનો સંદેશ આપી,દેશ અને દુનિયામાં અમન શાંતિ અને ભાઇ ચારો બની રહે તે માટે દુઆઓ માંગી..!!

ProudOfGujarat

અકળાવનારી ગરમીના વાતાવરણમાં રાત્રિના આઠ વાગ્યાના અરસામાં વરસાદે અલપ-ઝલપ કરી…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં ખેતીની જમીનોનાં રીસર્વેમાં થયેલ ભુલો સુધારવા માંગ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!