Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સવારે 8 કલાકે 128.82 મીટર નોંધાઈ.

Share

હાલ સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિનો માહોલ છે તેવામાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત તેમજ સાઉથ ગુજરાત તરફ વરૂણદેવ અનરાધાર પોતાની કૃપા વરસાવી રહ્યા છે. જેમાં સરદાર સરોવર સરોવર ડેમની સપાટીમા વધારો નોંધાયો છે. નર્મદા ડેમની પાણીની સપાટી છેલ્લા 24 કલાકમાં 31 સેન્ટિમીટર જેટલી વધી છે અને નોંધાયેલ આંકડા મુજબ સવારે 8 વાગ્યે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 128.82 મીટર નોંધાયેલ છે. આ ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે. હાલ પાણીની આવક 1,00, 606 કયુસેક જેટલી નોંધાયેલ છે, છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 62,919 ક્યુસેક નોંધાય છે જેની સામે રિવરબેડ પાવર હાઉસમાંથી નદીમાં પાણીની જાવક 32,843 ક્યુસેક નોંધાય છે. જો નર્મદા ડેમની પાણીની સપાટી 130 મીટરને વટાવશે તો નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝંધાર ગામમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને દર્દીઓનાં હિતાર્થે વેન્ટિલેટર અને એમ્બ્યુલન્સનું દાન મળ્યું.

ProudOfGujarat

વડોદરાના ગામેઠા ગામના સ્મશાનમાં લોકોએ દલિત વૃદ્ધના અંતિમસંસ્કાર કરવા ન દીધા, 13 સામે ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!