Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા પબ્લિક ગાર્ડનમા દુકાનો અને શાકમાર્કેટની યોજનાનું પાલિકાનું સ્વપ્ન રોળાયું !? “રાજપીપળા સ્ટેટના પ્રિન્સ માનવેન્દ્રસિંહ પ્રજાહિત રક્ષણ માટે સામે આવ્યા”

Share

રાજપીપળા નગરના એકમાત્ર પબ્લિક ગાર્ડનમા પાલિકા શાસકો દ્વારા બાળકોના રમત ગમતની જગ્યામા ખાણી-પીણીની દુકાનોનું બાંધકામ કરવામાં આવતા નગરજનોમા કચવાટ ફેલાયો હતો, લોકોમા છૂપો રોષ જોવા મળ્યો હતો. પરંતુ પાલિકાનું વિપક્ષ અને નગરનું બુદ્ધિજીવી વર્ગ મૌન થઈ જતા લોકો પણ અવાક થઈ ગયા હતા.

ત્યારે RTI એક્ટિવિસ્ટે આ બાબતે વાંધો ઉઠાવી પબ્લિક ગાર્ડનની જમીન માછી સમાજના લોકોએ નગરજનોના બહોળા હિતને ધ્યાને લઈ દાન આપી હતી જે માત્ર “બિન નફાના હેતુ” થી આપેલ હતી અને એમાં વ્યાપરિક ધોરણે એનો ઉપયોગ કરી શકાય નહીં એવો મુદ્દો ઉપસ્થિત કરી ઉચ્ચ અધિકારીઓને આ બાબતે લેખિત જાણ કરી દુકાનોના બાંધકામ અટકાવવા કમર કસી હતી.

Advertisement

પરંતુ કોઈ ફળદાયી પરિણામ ના મળતા રાજપીપળા સ્ટેટના રાજવી પ્રિન્સ મનવેન્દ્ર સિંહ ગોહિલની એન્ટ્રી થઈ હતી. પ્રિન્સ માનવેન્દ્રસિંહ દ્વારા નર્મદા જિલ્લા કલેકટરને પત્ર લખી આ મામલે પરિણામલક્ષી કાર્યવાહી કરવાની જાણ કરતા જ સમગ્ર તંત્ર હાફળું-ફાંફળું બની દોડવા માંડ્યું હતું. અને પબ્લિક ગાર્ડનમા જરૂરી મંજૂરી વગર ચાલી રહેલા બાંધકામને તાત્કાલિક અટકાવી દેવા હુકમ કરતા, દુકાનોનું બાંધકામ અટકાવી દેવાની પાલિકાને ફરજ પડી હતી.

આજે પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા રાજપીપલા ગાર્ડનની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી તેઓ સમગ્ર કામગીરીને ગેરકાયદેસર ગણાવી હતી અને રજવાડાઓ દ્વારા આ જગ્યા “બિન નફા હેતુથી” સરકારને આપી હોવાનું જણાવ્યું હતું ત્યારે પાલિકા દ્વારા રાજપીપલા ગાર્ડનમાં હેતુ ફેર કરી દુકાનો અને શાકમાર્કેટ બનાવવામાં આવી રહ્યું હતું જે કામ અમે અટકાવ્યું છે બાળકોની રમવાની જગ્યાએ પાલિકા દ્વારા આવકનું સાધન ઉભુ કરવામાં આવી રહ્યું હતું એ દુઃખદ બાબત છે પાલિકા સ્ટેટ સમયના બગીચાનું રક્ષણ પણ નથી કરી શકતું તેમ જણાવી પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યું હતું

– રાજપીપલા નગરપાલિકાના મુખ્ય અધિકારીએ સમગ્ર મામલે તંત્રને ગેરમાર્ગે દોર્યા !???

આરટીઆઇ એક્ટિવિસ્ટ જાગૃત નાગરિકે આ બાબતે લેખિતમાં માહિતી માંગી હતી ત્યારે સમગ્ર મામલે મંજૂરી લીઘી હોવાનો પાલિકાએ જવાબ આપ્યો હતો પરંતુ જાગૃત નાગરિકે ઉપરી કચેરીમાં તપાસ કરતા ત્યાંથી કોઈપણ મંજૂરી આપી નહિ હોવાનું જણાવતા સમગ્ર જુઠાણું બહાર આવ્યું હોવાનું જાગૃત નાગરિકે જણાવ્યું હતું.


Share

Related posts

મુંબઈના ગોરેગાંવમાં 7 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતાં 7 લોકોનાં મોત

ProudOfGujarat

શહેરા તાલુકાના લાભી અને હોસેલાવ ગામ વચ્ચે બનાવેલો ચેકડેમ ગાબડા પડતા તુટવાની દહેશત

ProudOfGujarat

ઝઘડિયાના એક ગામે પ્રેમીના અન્ય સાથેના લગ્નની વાતથી નારાજ પ્રેમિકાએ દવા ગટગટાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!