Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા ખાતે 2.89 કરોડના ખર્ચે બનેલી નાંદોદ તાલુકા સેવા સદન કચેરીમાં ચાર મહિનાથી લિફ્ટ બંધ હોવાથી અનેક લોકોને મુશ્કેલી પડી રહી છે.

Share

રાજપીપળા ખાતે ઓકટોમ્બર 2017 માં 2.89 કરોડના ખર્ચે બનેલી નાંદોદ તાલુકા સેવા સદન કચેરી લોકાર્પણના બે વર્ષ સુધી પડી રહ્યા બાદ કાર્યરત થઈ. જેમાં મામલદાર કચેરી સહીતની અનેક કચેરીઓ કાર્યરત છે. પરંતુ શરૂ થયાના ટૂંકા ગાળામાં જ કરોડોના ખર્ચ બાદ પણ આ મકાનમાં અનેક તકલીફો જોવા મળી છે. રાજપીપળાની નાંદોદ તાલુકા સેવા સદન કચેરીની બિલ્ડીંગમાં છેલ્લા લગભગ ૪ મહિનાથી લિફ્ટ બંધ હોવાથી સિનિયર સિટીજનોને પરાણે દાદર ચઢી ઉપર જવું પડે છે.અગાઉ ફાયર સેફટી બાબતે લાલીયાવાડી જોવા મળી હતી. ત્યારબાદ અસહ્ય ગંદકીની પોલ ખુલી અને હાલ ચાર મહિનાથી લિફ્ટ બંધ સહિતની એક બાદ એક તકલીફો આ કરોડોના ખર્ચે બનેલી કચેરીમાં શરૂ થયાના ટૂંકા ગાળામાં જ જોવા મળતી હોય તેના પરથી કચેરીમાં બેસતા અધિકારીઓની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા અલગ અલગ બે બનાવમાં ગળે ફાંસો ખાઈ લેતા બેના મોત નીપજ્યા હતા.

ProudOfGujarat

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રાવણી સોમવારે દર્શન-પૂજન કર્યા યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સ્તંભેશ્વરમાં યાત્રી સુવિધાના બે કરોડ રૂપિયાના કામો થયા છે

ProudOfGujarat

ભરૂચ ક્રાઇમ બ્રાંચે બુટલેગરો સામે કરી લાલઆંખ, બે સ્થળે દરોડામાં ૬ બુટલેગરો ઝડપાયા ૩ વોન્ટેડ, ૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!