Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સતત સારી કામગીરી બદલ PSI કે.કે.પાઠકનું કલેક્ટરના હસ્તે સન્માન કરાયું.

Share

નર્મદા જિલ્લાના સાગબારા ખાતે યોજાયેલા 71 માં પ્રજાસત્તાક દિનની ઉજણી કાર્યક્રમમાં નર્મદા પોલીસમાં ફરજ બજાવતા QRT PSI કિન્નરેશ પાઠકનું નર્મદા કલેક્ટરે સન્માન કર્યું. PSI પાઠક કે જેઓ જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી ફરજ બજાવે છે અને ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય તેવા સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની ખુબ જ સુચારુ રીતે જાળવણી કરી ખુબ જ પ્રશંસનીય કામગીરી કરતા હોય એ માટે અભિનંદન પાઠવી સન્માનિત કરવામાં આવ્યા, સાથે ભવિષ્યની શુભકામના આપી તેમની અથાક મહેનતની ગૌરવપુર્ણ કદર સાથે નર્મદા કલેક્ટર એમ.આર.કોઠારીના હસ્તે નર્મદા પોલીસ વડા હિમકર સિંહ સમક્ષ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા ત્યારે હાજર તમામે તાળીઓથી તેમને વધાવ્યા હતા.પીએસઆઇ પાઠક અને તેમની નિર્ભયા સ્કોડ અગાઉ પણ ઘણીવાર સન્માન મેળવી ચુકી હોય જેમાં વધુ એક સન્માન થતા નર્મદા પોલીસની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પીએસઆઇ કે.કે.પાઠક અને તેમની નિર્ભયા ટિમને છેલ્લા ૨૪ મહિનામાં ૩૪ વખત સારી કામગીરી બદલ ઇનામો મળી ચુક્યા છે જે નર્મદા પોલીસ માટે ખૂબ ગૌરવની વાત છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

રાજપીપલા રંગનગર સોસાયટીમા ઘરે ઘરે માસ્ક વગર દૂધ આપવા આવતા સુપર સ્પ્રેડર બનેલા બે દુધવાળાને પોલીસે માસ્ક વગર રંગે હાથે પકડયા.

ProudOfGujarat

વરસાદ સાથે આવેલા વાવાઝોડાએ માંગરોળના આંકડોદ ગામે કહેર વરતાવી ગયું

ProudOfGujarat

રાજપીપલાના ભ્રહ્યમપુત્ર હોસ્ટેલ ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!