Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા શહેરી વિસ્તારની દિન દયાળ અંત્યોદય રાષ્ટ્રીય શહેરી આજીવિકા યોજના અંતર્ગત કોરોના વાયરસનાં ચેપથી રક્ષણ મેળવવા સખી મંડળની ૩૦ જેટલી બહેનો માસ્ક બનાવી આત્મનિર્ભરની સાથે સમાજ સેવા કરી રહી છે.

Share

રાજપીપળા, વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ (COVID-19) ના લીધે સરકારશ્રી દ્વારા સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન કરવામાં આવેલ છે. જે અન્વયે રાજપીપળા શહેરી વિસ્તારની દિન દયાળ અંત્યોદય રાષ્ટ્રીય શહેરી આજીવિકા યોજના અંતર્ગત રાજપીપળાનાં વાસુ હેરીટેજ કોમ્પલેક્ષમાં જ્ય માતાજી, શ્યામ અને જ્ય અંબે સખી મંડળની ૩૦ જેટલી બહેનો દ્વારા છેલ્લા ૧૫ દિવસથી પોતાના ઘરે જ માસ્ક બનાવવાની કામગીરી કરી રહ્યા છે.

એક દિવસમાં અંદાજે ૧૮૦૦ જેટલાં માસ્ક બનાવવામાં આવે છે. એક માસ્કની કિંમત રૂ.૧૦ છે. જિલ્લા પંચાયત આરોગ્ય શાખાને ૨૨૦૦, નાંદોદ તાલુકાના કલી મકવાણા ગ્રામપંચાયતને ૧૭૦૦, રાજપીપળા નગરપાલિકાને ૨૦૦, પોલીસ વિભાગ, આયુર્વેદ કચેરી સહિત અન્ય છુટક માસ્કના વેચાણ સહિત અંદાજે ૭ હજાર જેટલાં માસ્કનું વેચાણ કરવામાં આવ્યું છે.

રાજપીપળાની જય માતાજી સખી મંડળના પ્રમુખ શ્રીમતી સરોજબેન તડવીએ જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે અમારી પાસે કોઇ કામ ન હતું તેવા સમયે અમને જિલ્લા પંચાયત વિભાગમાંથી ફોન આવ્યો કે,તમારે માસ્ક બનાવવાનું કામ કરવું હોય તો અમે આપને માર્ગદર્શન આપીએ અને તમને રોજગારી મળી રહેશે અને લોકોને મદદરૂપ પણ થઇ શકશો અને આપની પાસેથી માસ્ક અમે લઇશું. અમે માસ્ક બનાવવાની કામગીરીથી અત્યંત ખુશ છીએ.રાજપીપળા નગરપાલિકાના નેશનલ અર્બન લાઇવલીહુડ મિશનના મેનેજર શ્રીમતી નિશાબેન પરમારે જણાવ્યું હતું કે, વૌશ્વિક નોવેલના મહામારીને લીધે હાલ લોકડાઉનનો અમલ જાહેર કરાયો છે, ત્યારે દિન દયાળ અંત્યોદય રાષ્ટ્રીય શહેરી આજીવિકા યોજના અંતર્ગત ૩૦ જેટલી બહેનો પોતાના ઘેર જ બેસીને માસ્ક બનાવવાની કામગીરી કરતાં હોવાથી ઘરના અન્ય કામની સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સાથોસાથ માસ્ક પણ આ બહેનો બનાવી રહી છે અને રોજગારી પણ મેળવી રહી છે. સખી મંડળના સભ્ય શ્રીમતી રક્ષાબેન વરાસીયાએ જણાવ્યું હતું કે, અમારી સખી મંડળની બહેનો છેલ્લા પંદર દિવસથી માસ્ક બનાવવાની કામગીરી કરીએ છીએ અને એક બહેન એક દિવસમાં ૬૦ જેટલાં માસ્ક તૈયાર કરે છે અને ત્યારબાદ અમે જે ઓર્ડર આવે તે પ્રમાણે તેનું વેચાણ કરીએ છીએ આ કામ કરવાથી હાલના સંકટમાં જરૂરીયાતમંદોને માસ્ક પૂરા પાડવાની આ કામગીરીથી અમે સૌ બહેનો ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને જિલ્લા પ્રશાસન તરફથી અમોને આ કામગીરી માટે તક પૂરી પાડવાની સાથોસાથ મળેલા સહયોગ બદલ અમો જિલ્લા વહીવટીતંત્ર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીએ છીએ.

રિપોર્ટર, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

પોરબંદર જિલ્લા પંચાયત ભવન ખાતે PC-PNDT એક્ટ હેઠળની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુ 45 ઇ-રિક્ષાની સેવા શરૂ કરાઇ.

ProudOfGujarat

x કે X, સાચું શું..? ધોરણ-5 અને 8નાં પાઠ્યપુસ્તકોમાં સામે આવ્યાં છબરડા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!