Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુ 45 ઇ-રિક્ષાની સેવા શરૂ કરાઇ.

Share

કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી પ્રાયોગિક ધોરણે 10 ઇ-રીક્ષાનાં સફળ પ્રયોગ બાદ વધુ ૪૫ ઈ-રીક્ષાઓ પ્રવાસીઓની સેવામાં મુકવામાં આવતા કુલ 55 ઈ-રીક્ષાઓ કાર્યરત થઈ છે. આ તમામ ઈ-રીક્ષા ચાલક તરીકે સ્થાનિક આદિવાસી મહિલાઓ કામ કરશે. પર્યાવરણની જાળવણી સાથે સ્થાનિક આદિવાસી મહિલાઓને સ્વરોજગાર આપવાનો ખાસ ઉદ્દેશ સરકારનો છે. પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશીભરી નિતી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા એસઓયુ વિસ્તારમાં પ્રદુષણ ઓછુ થાય તેવા શુભ આશયથી બેટરી સંચાલિત વાહનો ચલાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. જેને સાકાર કરતા અગાઉ ૧૦ જેટલી મહિલા સંચાલિત ઈ-રીક્ષાનું પ્રાયોગિક ધોરણે અમલીકરણ કરવામાં આવ્યુ હતું. હવે વધુ ૪૫ જેટલી ઈ-રીક્ષા આજથી પ્રવાસીઓની સેવામાં મુકવામાં આવી છે. જેથી હવે કુલ મળીને મહિલા સંચાલિત પ૫ જેટલી ઈ-રીક્ષા કાર્યરત થઈ છે. એ માટે કેવડીયા સ્થિત એકતા સ્કીલ ડેવલોપમેન્ટ કેન્દ્ર ખાતે મહિલાઓને રીક્ષા પરિચાલન અને પ્રવાસીઓને માહિતી આપવા સારૂ ગાઈડ તરીકે તાલીમ આપવામાં આવી હતી. ટુંક સમયમાં મહિલા સંચાલિત કુલ મળીને 300 જેટલી ઈ-રીક્ષા પ્રવાસીઓની સેવામાં અમલમાં મુકવાનું આયોજન છે.આ ઈ-રીક્ષાની આ સેવા ભારતભરમાં મહિલા સંચાલિત આ પ્રકારની પ્રથમ સેવા છે।

કેવડિયા વિસ્તારને ઇલેક્ટ્રિક વિહિકલ ઝોન જાહેર કરાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રદુષણ મુક્ત બનાવવા હવે ઈ-રીક્ષાઓ દોડતી થઈ ગઈ છે. જેમાં ખાસ વાત તો એ છે કે આ ઇ રીક્ષા મહિલા ચલાવશે. પર્યાવરણની જાળવણી સાથે  સ્થાનિક આદિવાસી મહિલાઓને સ્વ-રોજગાર આપવાની આ એક મોટી મુહીમ છે. આ એક પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થવા તરફ મહત્વનું કદમ છે, ત્યારે કેવડિયા ખાતે 10 ઇ-રીક્ષાનું લોકાર્પણ થયું છે. પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે થાય તે માનનીય પ્રધાનમંત્રીની દુરંદેશીભરી નિતી રહી છે.

આ અગાઉ કેવડીયા વિસ્તારના સ્થાનિક મહિલાઓના આર્થિક વિકાસ માટે 60 જેટલી સ્થાનિક મહિલાઓને GMR  વન લક્ષમી ફાઉન્ડેશનથી ટ્રેઈનિંગ આપવામાં આવી હતી. જે ટ્રેઈનિંગ 1 મહિનાની હતી. જેમાં મહિલાઓને સૌ પ્રથમ થિયરી સમજાવ્યા બાદ પ્રેક્ટીકલ ટ્રેઈનિંગ શિખવવામાં આવી હતી. એટલું જ માત્ર નહીં આ મહિલાઓને જે તાલિમ આપવામાં આવી રહી છે તે ઉપરાંત પણ અન્ય 224 જેટલા ભાઈઓ અને બહેનો કુલ 8 પ્રકારની તાલિમ લઈ રહ્યા છે. ઈ રિક્ષાના લોકાર્પણ દરમિયાન તાલીમ આપવામાં આવેલી મહિલાઓ દ્વારા પ્રથમ વખત આ ઈ રિક્ષાઓ ચલાવવામાં આવી હતી.

Advertisement

આ રિક્ષા ચલાવતી વખતે મહિલાઓના ચહેરા પર એક અનેરું સ્મિત જોવા મળ્યું હતુ. એક ગુલાબી સ્મિત, પોતાના પગ પર ઉભું થવાનું સ્મિત, પોતાના શહેરને વિકસિત અને પ્રદુષણમુક્ત બનવવા માટે ભાગીદાર બનવાનું સ્મિત, પોતાના પરિવારને ફાઈન્ન્સીયલ રીતે મદદગાર બનવાનું સ્મિત. ત્યારે હજુ પણ વધારે મહિલાઓને આ ટ્રેનીંગ આપવામાં આવશે. આ ગુલાબી રંગની રિક્ષા મહિલાઓના જીવનમાં પણ એક ગુલાબી લહેર લઇ આવશે. આ સાથે જ કેવડીયા કોલોનીની હરિયાળીને પણ બરકરાર રાખશે એ નક્કી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણનુ કાઉન ડાઉન શરૂ……

ProudOfGujarat

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે મત ગણતરી મામલે હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યા…

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના દલિતો ધ્વારા આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!