Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : આજથી રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા પાંચ દિવસ ઉકાળા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે જ બે હજાર લીટર ઉકાળાનું વિતરણ કરાયું હતું.

Share

કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે “આયુર્વેદિક ઉકાળો” રાજપીપળાનાં દરેક વોર્ડમાં આજે તા.25 મે થી તા.29 મે સુધી પાંચ દિવસ વિતરણ કરાશે. આ ઉકાળો “સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા” દ્વારા તેમના સમાજની વાડીમાં બનાવી સ્વામી વિવેકાનંદ ગ્રુપ અને રોટરી કલબ ઓફ રાજપીપળા દ્વારા વિતરણની કામગીરી કરવામાં આવી છે. આજથી જિલ્લા આયુર્વેદ વિભાગનાં સહયોગથી સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા દ્વારા ઉકાળા વિતરણની સેવા શરૂ કરવામાં આવી છે.જેમાં આજે પહેલા દિવસે બે હજાર લીટર ઉકાળો બનાવી વિતરણ કરાયો હતો.ઉકાળા વિતરણમાં આજે ઈદ હોય રોજા પૂરા થતા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એ પણ આયુર્વેદ ઉકાળાનો લાભ લીધો હતો.

આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ નો એવોર્ડ સમારોહ યોજાયો.

ProudOfGujarat

આણંદ : બોરસદની સબ-જેલમાંથી ચાર અન્ડરટ્રાયલ કેદીઓ ફરાર, પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું

ProudOfGujarat

પોરબંદર જિલ્લા પંચાયત ભવન ખાતે PC-PNDT એક્ટ હેઠળની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!